સબરસ રેસ્ટોરા, સીઝન રેસ્ટોરા, ડો.કે.કે.અમલ અને સનસાઈન હોસ્પિટલ સહિત મચ્છરોની ઉત્પત્તિ સબબ ૨૮૪ આસામીઓને નોટિસ: દંડ વસુલાયો
શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા ઈસ્કોન મેગા મોલ જાણે રોગચાળાનું ઘર બની ગયો હોય તેમ આજે મહાપાલિકાની ચેકિંગ દરમિયાન મોલ પરિસરમાંથી ડેન્ગ્યુ, મેલેરીયા,ચીકનગુનીયા સહિતની ભયાનક બિમારી ફેલાવતા મચ્છરોના લારવા મળી આવતા નોટિસ ફટકારી દંડ વસુલ કરવામાં આવ્યો છે. સબરસ રેસ્ટોરા, સીઝન રેસ્ટોરા, ડો.કે.કે.અમલ અને સનસનાઈન હોસ્પિટલ સહિત ૨૮૪ આસામીઓને મચ્છરની ઉત્પતિ સબબ નોટિસ અને દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે જાણવા મળતી વધુ વિગત મુજબ મહાપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન સબરસ રેસ્ટોરા, સીઝન રેસ્ટોરા, ઝાનકી ફાસ્ટફૂડ, પરફેકટ ઓટો, ડો.કે.કે.અમલ,ઈસ્કોન મોલ, પવપુત્ર સમૃધ્ધી એપાર્ટમેન્ટ, સનસાઈન હોસ્પિટલ, ઓમ વિદ્યાલય, સંતકૃપા ડેરી ફાર્મ, જ્ઞાનોદય વિદ્યાલય, શીતલ ઈન્ડસ્ટ્રીઝ, ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ, પરફેકટ ઈન્ડસ્ટ્રીઝ, સંદીપની બંગ્લોઝ, સહજાનંદ ઈન્ડસ્ટ્રીઝ, જયબજરંગ હાર્ડવેર, મોક્ષ હાર્ડવેર, આકાશ કોમ્પલેક્ષ, કર્મશીલા કોમ્પલેક્ષ, પટેલ સીમેન્ટ, ન્યુ ટેક ઈન્ડસ્ટ્રીઝ, એપેક્ષ ઈન્ડસ્ટ્રીઝ, નેસ્ના રેડીયેટર અને તુર્કીયા સર્વિસ સેન્ટરમાંથી મચ્છરોના લારવા મળી આવ્યા હતા. જે સબબ ૨૮૪ આસામીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો છે. બે સપ્તાહમાં શહેરમાં કુલ ૭૮૨૬૨ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ૧૪૨૫૩ મકાનોમાં મચ્છરોના નાશ માટે ફોગીંગ કરાયું હતું.