અબતક, રાજકોટ
આગામી દિવસોમાં દિવાળીના તહેવારો દરમિયાન ઈશ્વરીયા પાર્ક સવારે 10 થી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ પાર્કમાં સોમવારે રજા રાખવામાં આવતી હોય છે. હાલમાં તહેવારોને ધ્યાને રાખીને પાર્ક ખુલ્લો રહેશે.
પાર્કમાં આવેલ મ્યુઝીકલ ફાઉન્ટેન સાંજે 6.45 થી 7.15 સુધી ચાલુ હોય છે.ઈશ્વરીયા પાર્કમાં દિવાળીના તહેવારો દરમિયાન સહેલાણીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થતો હોય છે. હાલના સમયમાં કોરોના મહામારીના સંક્રમણના સંદર્ભમાં સમસ્ત નાગરિકોને ચોક્કસ પ્રકારની કાળજી લેવી જરૂરી બને છે. જાહેર ઉદ્યાનની મુલાકાત લેવાના સમય દરમિયાન સહેલાણીઓએ સ્વચ્છતાની જાળવણી કરવાની રહેશે. ક્રિકેટના સાધનો પાર્કમાં લઈ જવાની સખત મનાઈ છે. કોઈપણ જાતના કલર લઈ જવાની મનાઈ છે અને ફટાકડા ફોડવાની સખત મનાઈ છે.
પાર્કની મુલાકાત લેનાર તમામ સહેલાણીઓએ ગુજરાત સરકારની પ્રવર્તમાન કોવિડ-19ની જોગવાઈનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જિલ્લા વહીવટીતંત્ર હસ્તકનો ઈશ્વરીયા પાર્ક આગામી તા. 4 થી 11 નવેમ્બર દરમીયાન સવારે 10 થી 8 સુધી ખુલ્લો રાખવામાં આવશે, તેમ ઈશ્વરીયા પાર્કના મેનેજર પી.એમ.વાળાની યાદીમાં જણાવાયું છે.