મંડળને ૨૫ વર્ષ પૂર્ણ થતા કરાય ઉજવણી
શહેરની જાણીતી સંસ્થા મોઢ વણિક મહિલા મંડળની સ્થાપનાને ૨૫ વર્ષ પૂર્ણ થતા ઈશ્વર વિવાહ તથા રાસોત્સવ યોજાયો હતો. જેમાં મંડળનાં સભ્ય હોંશભેર જોડાયા હતા. સતત બે કલાકથી વધુ સમય માટે ચાલેલા આ કાર્યક્રમમાં મહિલાઓએ મનભરીને માણ્યો હતો.
સમસ્ત મોઢ વણિક મહિલા મંડળનાં પ્રમુખ સરોજબેન ભાઠાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧૯૯૫માં મોઢ વણિક મહિલા મંડળ શરૂ કરાયું હતું. આ વર્ષ મહિલા મંડળને ૨૫ વર્ષ પુરા થયા છે. દર મહિનાનાં પહેલા શનિવારે અમે મીટીંગ યોજીએ છીએ. નવરાત્રી દરમિયાન જે રીતે અનુકૂળ હોય તે રીતે અમે ગરબાનું આયોજન કરીએ છીએ. અમે વર્ષમાં એકવાર પિકનીક કરીએ છીએ. કયારેક કયારેક અમે સ્પર્ધાઓ યોજીએ છીએ. અમે અલગ કંપનીવાળાઓને બોલાવીએ છીએ જે બહેનોને આધુનિક ઉપકરણો વિશે માહિતી આપીએ છીએ.
તેમજ ડોકટરોને પણ બોલાવીએ છીએ. જે મહિલાઓને કંઈ પણ બિમારીઓ હોય તો તેનો ઈલાજ કરે છે. અમારી જ્ઞાતીની બહેનોને અમે બોલાવીએ છીએ અને તે બધુ જાણે અને શીખે તેવો અમારો પ્રયાસ છે.
રીટા દેસાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજનાં અમારા આ નવરાત્રી મહોત્સવમાં ઈશ્ર્વર વિવાહનો કાર્યક્રમ છે. જેમાં શિવ-પાર્વતીનાં વિવાહનું વર્ણન કરાશે. બધી બહેનો ખુબ જ આનંદ કરે છે. ઈશ્ર્વર વિવાહની વિશેષતા એ છે કે, આજની પેઢીને ખબર પડે કે શિવ પાર્વતીનાં વિવાહ કેવી રીતે થયા અને પાર્વતીની માતાએ તેમને કેવી શીખામણ આપી તે બધુ અહીં રજુ થયું છે તે ઉદેશ્ય છે.