આજે અમે આપના મુખ્યમંત્રી પદનો ચહેરો નહીં, પરંતુ ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે: કેજરીવાલ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે બપોરે 2 કલાકે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આજે અમે આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો નહીં, પરંતુ ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી રહ્યા છીએ.
આપ મુખ્યમંત્રી જ્યાં જાહેર કર્યા તે સ્થળે આપનો સીએમ પોસ્ટર લાગવામાં આવ્યા છે. પ્રથમ હરોળમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ગુલાબસિંહ યાદવ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ અલગ અલગ તબક્કાવાર જાહેર થયેલા 118 ઉમેદવારો પણ હાજર રહ્યા હતા.29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને જખજ, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઇ છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે પૂરજોશમાં બેઠકો કરી રહ્યાં છે. એમાંય ભાજપની જો વાત કરીએ તો ભાજપ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે એટલે ભાજપનો તો મુખ્યમંત્રીનો ચહેરો નક્કી જ છે. પરંતુ કોંગ્રેસ અને આપની માટે મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરવો થોડું અઘરું હતું. ત્યારે આપે તો ગુજરાતના સીએમ પદ માટે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી દીધી છે.
ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા: કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે, ’આજે ગુજરાતના ઈતિહાસ માટે સૌથી મહત્વનો દિવસ છે. 27 વર્ષ સુધી લોકો પાસે કોઈ વિકલ્પ ન હોતો. ત્યારે આજે ગુજરાત પરિવર્તન ઇચ્છી રહ્યું છે. આજે લોકોને એક નવો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે. અમે રૂમમાં બેસીને નક્કી નથી કરતા કે ઈખ કોણ હશે. પંજાબની જનતાએ ઈખ ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ત્યારે ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અમે જ્યારે સર્વે કર્યો તેમાં 16.48 લાખ લોકોએ મત આપ્યો. જેમાંથી ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા.’
ઇસુદાન ગઢવીની પત્રકારત્વથી લઇને રાજકારણ સુધીની સફર
ઇશુદાન ગઢવી કે જેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા. ઇસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ દૂરદર્શનનાં ’યોજના’ નામના કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે તેઓ ઊઝટ ગુજરાતીમાં જોડાયા હતા. 2007થી 2011 દરમિયાન તેઓએ પોરબંદરમાં ઊઝટ ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 દરમ્યાન ઇસુદાન ગઢવીએ ન્યુઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. બાદમાં 2015માં ટઝટમાં તેઓ ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા.
મુખ્યમંત્રીપદ માટે આ નામ હતા રેસમાં
અરવિંદ કેજરીવાલે લોકોને 3 નવેમ્બર સુધીમાં પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું. તેના આધારે 4 નવેમ્બરે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પદની રેસમાં આપ નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.