ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં લાંબા સમયથી કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા વરિષ્ઠ આઈપીએસ નિવૃત અધિકારી બી.જી. વણઝારા અને એન.કે. અમીન સામે કાનૂની કાર્યવાહીનો ગુજરાત સરકારે ઈન્કાર કરતા અધિકારીઓને મોટી રાહત થઈ છે. સીબીઆઈના પ્રવકતા આરસી કોડેકરે કોર્ટને માહિતી આપી હતી કે કલમ ૧૯૭ અને સીઆરપીસી અંતર્ગત સરકારે સીબીઆઈને પાઠવેલા પત્ર જમા કરાવ્યા છે જેમાં બંને અધિકારીઓ સામે કાર્યવાહીનો સરકારે ઈન્કાર કર્યો હતો.
સરકારે એવું કહ્યું છે કે માની લઈએ કે ૧૯ વર્ષમાં ઈશરતજહાં જાવેદ શેખ, ઈલ્યાસ, પ્રણેશ પિલ્લય, જીશાન જોહર, અમજદ અલી રાણાને ૨૦૦૪ જૂન ૧૫ના એન્કાઉન્ટર કરી નખાયું હતુ સરકારે તેમના વિરૂધ્ધ કાર્યવાહીનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ અધિકારીઓએ તેની સામે કોર્ટ કાર્યવાહી પડતી મૂકવાની માંગ કરી છે. સીબીઆઈએ સરકારની આ દરખાસ્તથી બંને અધિકારીઓ સામે સીબીઆઈ કોર્ટમાં કેસ ડિસચાર્જ કરી દેવાયો છે.
મુંબઈ સીબીઆઈ કોર્ટમાં અગાઉ જ વણઝારા અને અમીનને શોહરાબુદીન એન્કાઉન્ટર કેસમાં મૂકિત મળી છે. જૂન ૧૬ ૨૦૦૪માં ઈશરત જહાં એન્કાઉન્ટર બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જાહેર કર્યું હતુ કે ઈશરતજહા અને ત્રણ અન્ય લશ્કરે તોઈબાના આતંકવાદીઓ હતા તે ગુજરાતનો તાત્કાલીક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા માટે ૨૦૦૨ના હુલ્લડોનો બદલો લેવા આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતુ.
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમા પોલિસ સામે આ એન્કાઉન્ટર કેસમાં પોલીસ સામે આ એન્કાઉન્ટર નકલી હોવાનું અને ઈશરત સહિતના કાશ્મીરી યુવાનોને ખોટી રીતે મોતને ઘાટ ઉતારી દેવાના આક્ષેપો થયા હતા. લાંબી કાનૂની લડત અને વર્ષો સુધી જેલમાં રહેલા પૂર્વ ડીજી વણઝારા અને તેના સહયોગીઓ સામે હવે કોઈ કાનૂની કાર્યવાહી ન કરવાનાં ગુજરાત સરકારના નિર્ણયથી બંને અધિકારીઓને રાહત થઈ છે.