ખોડલધામ મહિલા સમિતિ દ્વારા સ્પીરીચ્યુઅલ બ્લાસ્ટ સાથે વેલકમ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.
સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર કયારેય ન જોયું હોય તેવું આદિકાળની સંસ્કૃતિને ઉજાગર કરતું નવલી નવરાત્રીનું દરેક જ્ઞાતિની માગ મહિલાઓ માટેનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતુ વેલકમ નવરાત્રીમાં બહોળી સંખ્યામાં છોકરીઓ મહિલાઓ ચણીયાચોલી પહેરીને ગરબે ધુમવા માટે ઉત્સાહી હતી.
અબતક સાથેની વાતચીત દરમિયાન ખોડલધામ મહિલા મંડળના પ્રમુખ શર્મિલાબેન બામભડીયાએ જણાવ્યું કે અમારી મહિલા સમિતિ દ્વારા પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે.
સ્પીરીચ્યુઅલ બ્લાસ્ટ સાથે વેલકમ નવરાત્રી મહોત્સવનું અહીયા પ્રથમ વખતે દરેક જ્ઞાતીની માગ મહિલાઓ માટેનું એક અનોખું આયોજન કરવામાં આવ્યુ છે. આ વખતે પ્રથમ વખત બા, બહુ અને બેટી એટલે કે નાની વયથી લઈને ૭૦થી વધુ વર્ષ સુધીની મહિલાઓ ગરબે રમવાની છે ગરબા રમવા માટે બધી જ મહિલાઓ ખૂબજ ઉત્સુકત છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન ગાયક કલાકાર ઈશાની દવેએ જણાવ્યું કે આ વખતે પ્રથમ વખત રાજકોટમાં નવરાત્રીમાં પર્ફોમ કરવા આવી છે. ખોડલધામ મહિલા મંડળ દ્વારા જે સ્પીરીશ્યુઅલ બ્લાસ્ટ સાથે વેલકમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહી આવી ને લેડીસોને ચણીયાચોલીમાં જોઈને મને ખૂબ જુસ્સો અને આનંદ થાય છે.