‘ઈસ ઈશ્કને કેસી તબાહી મચા રખી હૈ આધિ દુનિયા શાયર તો આધી દુનિયા પાગલ બના રખી હૈ… પ્રેમ આંધળો હોય છે, પ્રેમ એક નશાની જેમ વ્યક્તિના દિલ-દિમાગમાં ચડી જાય છે. એવું પણ કહેવાય છે કે પ્રેમમાં ઘેલો માણસ કઈ પણ કરી શકે છે. રિસાયેલ પ્રેમીકાને મનાવવા પ્રેમી કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આવો જ એક આશ્ચર્ય પમાડે તેવા પ્રેમીનો કિસ્સો મહારાષ્ટ્રમાં સામે આવ્યો છે. કોલ્હાપુર જિલ્લાના શિરોલ તાલુકાના ધરણગુત્તી ગામે એક પાગલ પ્રેમી પોતાની ગર્લફ્રેન્ડ સુધી પ્રેમનો સંદેશ પહોંચાડવા માટે રસ્તા પર અઢી કિલોમીટર સુધી ‘I LOVE U’અને ‘I MISS U’લખી નાંખ્યું. આ સાથે રોડ પર “I MISS U” “જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી…..” પણ લખેલું જોવા મળ્યું હતું. વહેલી સવારે લોકોની ઊંઘ ખુલી તો ગામના મુખ્ય રસ્તા પર પ્રેમના એકરાર ભર્યા સંદેશ જોવા મળ્યા. છે ને આશ્ચર્ય પમાડતી ઘટના !!
પાગલ પ્રેમીએ ગર્લફ્રેન્ડ માટે રસ્તા પર અઢી કિલોમીટર સુધી ‘I LOVE U’અને ‘I MISS U’ લખતા આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તસવીર, વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પ્રશાસન સતર્ક થયું હતું અને કર્મચારીને મોકલી પેન્ટથી લખેલા મેસેજ પર પીંછડો ફેરવ્યો હતો. જોકે, પ્રેમનો આ રીતે એકરાર કરનારા પ્રેમીની હજુ સુધી ઓળખ થઈ નથી. જો કે સ્થાનિક પોલીસના કહેવા મુજબ આ કામ ગામના જ કોઈક યુવકની હોવાનું અનુમાન છે.
આવી જ એક ઘટના પૂણેમાં પણ બની હતી
ધરણગુત્તી ગ્રામપંચાયતે આ સંદેશાઓ ભૂસવાની સાથે જ તે યુવાનની શોધ શરૂ કરી દીધી છે. પંચાયતના સભ્યએ જણાવ્યું હતું કે આ ઘટના જયસિંહપુરથી ધરણગુત્તી રોડ પર બની છે. કોઈકે ઓઇલ પેઇન્ટ વડે રસ્તાને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના પહેલા પણ પુણે શિવડેમાં થોડા દિવસો પહેલા એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડ માટે 300 બેનરો લગાવ્યા હતા.