IPLની ૧૧મી સિઝનમાં ઓક્શન દરમિયાન કોઈપણ ખરીદનાર ન મળવાને કારણે કાઉન્ટી ક્રિકેટ તરફ વળેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અત્યારે વિદેશમાં ધૂમ મચાવી રહ્યો છે. પોતાની ટીમ સસેક્સ માટે ડેબ્યૂ મેચમાં ઈશાંતે ૫ વિકેટ લઈને વિરોધી ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી અને તેણે પોતાની ટીમને હારમાંથી બચાવી હતી. બર્મિંગહમમાં રમાઈ રહેલી ડિવિઝન ૨ના આ મુકાબલામાં સસેક્સની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા આવેલી વાર્વિકશાયરની ટીમે ૨૯૯ રન બનાવ્યા હતા, પરંતુ ઈશાંતે પહેલી ઈનિંગમાં વિરોધી ટીમની ૩ મહત્ત્વની વિકેટ્સ લીધી હતી. પહેલીવાર કાઉન્ટી રવા ઉતરેલા ઈશાંતે એડમ હોજ, વિકેટ કીપર ટીમ એમ્બ્રોઝ અને ઓપનર વિલ રોડ્સની વિકેટ્સ લીધી હતી. ત્યાર બાદ સસેક્સની ટીમે બેટિંગ કરીને ૩૭૪ રન બનાવી દીધા હતા, જેમાં ઈશાંતે પણ ૨૨ રનનું યોગદાન આપ્યું હતું. બીજી ઈનિંગમાં ફરીએકવાર કેપ્ટન ઈશાંત પર વિશ્વાસ દર્શાવ્યો હતો અને તેણે બે વિકેટ પોતાને નામે કરી હતી. ઈશાંતે વિરોધી ટીમના સૌથી અનુભવી ખેલાડી ઈઆન બેલ અને જોનાથન ટ્રોટને સસ્તામાં પેવેલિયન મોકલી દીધા હતા. આ મેચ ૪ દિવસના અંતે ડ્રાેમાં પરિણમી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com