ગુજરાતીની એક કહેવત આ ગુજરાતી સિંગર પર સાચી પડી છે. કહેવત છે કે, મોરના ઈંડા ચિતરવા ન પડે આવું જ કાંઈ આ ગુજરાતી સિંગર વિશે છે કે, તેના પિતા ફેમસ ગાયક કલાકાર હતા. ત્યારે આજે તેમની દિકરી ઈશાની દવેએ પોતાનું નામ ગુંજતુ કર્યું છે.
પ્રસિદ્ધ ગુજરાતી ગાયક પ્રફુલ દવેની દિકરીનું નામ ઈશાની દવે છે. ઈશાની દવે કારકિર્દીની શરૂઆત ત્રણ વર્ષની નાની ઉંમરે કરી હતી. તેના પિતા પ્રફુલ દવે દ્વારા તેને પ્રેરણા મળી હતી, જેઓ ગુજરાતના શ્રેષ્ઠ લોક ગાયકોમાંના એક છે. ઈશાની દવે એક એવી સિંગર કે જેના ભજન, ડાયરા તમે સાંભળ્યા જ હશે. ત્યારે હવે તેને ગુજરાતી સંગીતક્ષેત્રે ધુમ મચાવી રહી છે.
તેણીએ હાલમાં જ તેના ઇન્સટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ક્રોપ ટોપ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ બ્લેક કલરનું બ્લાઉઝ અને વ્હાઇટ ચણિયો પહેર્યો પહેર્યુ છે. આ ક્રોપ ટોપ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ કેપ્શનમાં લખ્યું છે કે, “When art meets architecture” તેણીએ ગાળામાં નેકલેશ અને હાથમાં કડા પહેર્યા છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને બ્રાઉન કલરની લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.