ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય બાંગ્લાદેશને મોંઘો પડ્યો: કિંગ કોહલીએ પણ સદી ફટકારી
બાંગ્લાદેશ ખાતે હાલ ભારતીય ટીમ વન-ડે અને ટેસ્ટ સિરીઝ રમવા આવી છે જેમાં બાંગ્લાદેશે ભારતને વન-ડે સિરીઝમાં માતા આપી છે કારણ કે પ્રથમ બે વન-ડે બાંગ્લાદેશે જીતી સિરીઝ અંકે કરેલી છે. હાલના તબક્કે ત્રીજા વન-ડેમાં બાંગ્લાદેશની ટીમ એ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ ત્રીજા વન-ડેમાં કદાચ તેમનો આ નિર્ણય ટીમ માટે મોંઘો સાબિત થયો છે. સ્થિતિ ભારત મેં બેટિંગ કરવાનું આમંત્રણ બાંગ્લાદેશની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ કોપના શિખર ધવન સસ્તામાં આઉટ થયા બાદ ઈશાન કિશાને તેમની જવાબદારી સંભાળી લીધી હતી અને પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી ત્રણસો રનથી વધુ ના રન પણ બનાવી દીધા હતા. ક્લોઝ નહીં સામે કિંગ કોહલી પણ પોતાની સદી તરફ આગળ વધી રહ્યો છે. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદ અને મહેદી હસન મીરાજે એક એક વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશી ટીમે પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી હતી. આવી સ્થિતિમાં, આ મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે જીત નોંધાવીને ક્લીન સ્વીપથી બચવા માંગશે. ઈજાના કારણે નિયમિત કેપ્ટન રોહિત શર્મા, કુલદીપ સેન અને દીપક ચહર આ મેચમાંથી બહાર થઈ ગયા છે. રોહિતની બહાર થવાના કારણે કેએલ રાહુલને કેપ્ટનશિપની જવાબદારી મળી છે. ઈજાના કારણે રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ ટૂરમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ કેએલ રાહુલ આજે ટીમની કેપ્ટનશિપ કરશે. તો ટીમના અન્ય બે પ્લેયર્સ પણ ઈજાના કારણે બહાર થઈ ગયા છે. ફાસ્ટ બોલર્સ દીપક ચહર અને કુલદીપ સેન પણ ઈજાના કારણે બહાર થઈ ગયા છે.ભારતની ટીમમાં ઈશાન કિશન અને કુલદીપ યાદવની વાપશી કરવામાં આવેલી છે.
લેફટી બેટ્સમેન ઈશાન કિશનને ઓપનર અને કેપ્ટન રોહિત શર્માના સ્થાને તક મળી છે. આ તકનો કિશને શાનદાર રીતે લાભ ઉઠાવી જંગી સ્કોર ખડકી દીધો હતો. એક તરફ વિરાટ કોહલીએ છેડો સાચવી રાખ્યો હતો તો બીજી તરફ કિશને મેદાનની ચારે તરફ ફટકાબાજી કરી હતી. ઈશાન કિશન આગવી લયમાં દેખાયો હતો. તેણે રીતસર ચોગ્ગા છગ્ગાનો વરસાદ કર્યો હતો અને જાણો ભારતની બે વન ડે ની હારનો બદલો લેવા જ ઉતાર્યો હોય એમ બોલરોને ઝૂડયા હતા. 2023 માં જ્યારે વન-ડે વિશ્વ કપ રમાવા જશે ત્યારે ભારત તરફથી ઈશાન કિશનની પસંદગી કરવામાં આવે તો નવાઈ નહીં.
ભારત અને બાંગ્લાદેશ ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારત ટીમ : કેએલ રાહુલ (કેપ્ટન), ઈશાન કિશન, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક.
બાંગ્લાદેશ ટીમ : લિટન દાસ (કેપ્ટન), અનામુક હક, શાકિબ અલ હસન, નજમુલ હસન શાન્તો, મુશ્ફિકર રહીમ, મહમદુલ્લાહ, અફિફ હુસૈન, મેહદી હસન મિરાજ, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન અને ઇબાદત હુસૈન.