ઈશાની દવે પ્રસિદ્ધ ગુજરાતી ગાયક પ્રફુલ દવેની દિકરી છે. ઈશાની દવે કારકિર્દીની શરૂઆત ત્રણ વર્ષની નાની ઉંમરે થઈ હતી. તેના પિતા પ્રફુલ દવે દ્વારા તેને પ્રેરણા મળી હતી, જેઓ ગુજરાતના શ્રેષ્ઠ લોક ગાયકોમાંના એક છે. ઈશાની દવે એક એવી સિંગર કે જેના ભજન, ડાયરાઅને સોંગ તમે સાંભળ્યા જ હશે. ત્યારે હવે તેને ગુજરાતી સંગીતક્ષેત્રે ધુમ મચાવી રહી છે.
તેણીએ હાલમાં જ તેના ઇન્સટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ક્રોપ ટોપ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ મલ્ટી કલરનું ક્રોપ ટોપ પહેર્યુ છે.આ ક્રોપ ટોપ લુકમાં તેણી ખુબ જ સુંદર લાગી રહી છે. તેણીએ હાથમાં એન્ટિક કડુ પહેર્યું છે અને રિંગ પહેરી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.