‘જીયો’ની ટેકનોલોજી આગેકૂચ ચાલુ છે

ભારતનાં ચારમાં બૈજુસના રવિન્દ્ર ને શાઓમીના મનુ જૈનનો પણ સમાવેશ

રિલાયન્સ પરિવારના મુકેશ અંબાણીની પુત્રી ઈશા અને પુત્ર આકાશ અંબાણીને ફોર્ચ્યુનની ૪૦ અન્ડર ૪૦ની યાદીમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ભારતનાં શિક્ષણ સ્ટાર્ટઅપ બૈજાુસના સંસ્થાપક બૈજુસ રવિન્દ્રન તથા શાઓમીના ભારતના એમ.ડી. મનુ જૈનને પણ સ્થાન મળ્યું છે. તમને એ જણાવીએ કે ફોર્ચ્યુન દ્વારા ફાઈનાન્સ, ટેકનોલોજી, હેલ્થકેર, પોલીટિકસ અને મીડીયા એન્ટરટેઈનમેન્ટ કેટેગરીમાં ૪૦ વર્ષથી નીચેની વ્યકિતઓની વિશ્ર્વની યાદી જાહેર કરી છે. જેમાં દરેક કેટેગરીમાં ૪૦ વર્ષથી નીચેની ૪૦ હસ્તીઓનો સમાવેશ કરાય છે. ટેકનોલોજી ક્ષેત્રમાં ઈશા અને આકાશ અંબાણીનો સમાવેશ કરાયો છે. ભારતમાંથી ઈશા અને આકાશ અંબાણી ઉપરાંત શિક્ષણ ક્ષેત્રનાં સ્ટાર્ટઅપના સંસ્થાપક બૈજાુ રવિન્દ્રન તથા શાઓનીના ઈન્ડિયાના મેનેજીંગ ડિરેકટર મનુકુમાર જૈનને સ્થાન આપવામાં આવ્યું છે. મનુ જૈન આ પહેલા ઈ-કોમર્સ કંપની જેબોંગની સ્થાપના કરી હતી અને બાદમાં ફલીપકાર્ટને વેચી દેવામાં આવી હતી.

ફોર્ચ્યુનના જણાવ્યા મુજબ જીયોને આગળ વધારવામાં ઈશા અને આકાશની મહત્વની ભૂમિકા છે.જીયો પાર્ટને લોન્ચ કરવા બદલ પણ ફોર્ચ્યુને ઈશા અને આકાશની પ્રશંસા કરી છે.

મે મહિનામાં રિલાયન્સે જીયો પાર્ટને લોન્ચ કર્યું છે. ભારતમાં ઝડપથી વધતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ બજારમાં રિલાયન્સે હવે દિગ્ગજો એમેઝોન અને ફલીપકાર્ટ જેવાને પણ પડકાર ઉભો કર્યો છે. રવિન્દ્ર વિશે ફોર્ચ્યુને જણાવ્યું છે કે ઓન એજયુકેશન કંપનીને કેવી રીતે સફળ બનાવી શકાય એ દુનિયાને બતાવી દીધું છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોનાં પણ પોતાનો ધંધો વિકસાવ્યો છે.

આકાશ અને ઈશા બંને મુકેશ અંબાણીના જોડીયા સંતાનો છે. બંનેએ જ ફેસબૂક સાથે ૯.૯૯ ટકા ભાગીદારી સાથે ૫.૭ અબજ ડોલરની સફળ મેગા સમજૂતી કરી હતી. આકાશે બ્રાઉન યુનિવર્સિટી ખાતેથી અર્થશાસ્ત્રમાં પદવી મેળવી છે. અને ૨૦૧૪માં પોતાના વારસાઈ વ્યવસાયમાં જોડાયા છે. તેના એક વર્ષ બાદ ઈશા અંબાણી પણ જોડાયા છે. ઈશાએ યેલ, સ્ટેન્ડફોર્ડ જેવી સંસ્થાઓમાં અભ્યાસ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.