હેન્ડ પેઈન્ડ લહેંગા, રોયલ નેકલેસ, અનકટ ડાયમંડ, પન્ના ઈયરિંગ ઈશાના લુકમાં ખાસ આકર્ષક
ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા ૧૨ ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે લગ્નગ્રંથિથી જોડાશે. ઉદયપુરમાં લગ્ન પહેલા કેટલાક ફંકશન્સ થશે ત્યાર બાદ મુંબઈમાં લગ્ન યોજાશે. લગ્ન પહેલા અંબાણીના ઘરે ગ્રહશાંતિ પૂજા કરવામાં આવી. આ પૂજામાં ઈશા ડિઝાનર સબ્યસાચીએ ડિઝાઈન કરેલા ખાસ લહેંગામાં જોવા મળી.
સબ્યસાચી સેલેબ્સના ફેવરિટ ડિઝાઈનરમાંથી એક છે. પારંપારિક ડિઝાઈન માટે જાણીતા સબ્યસાચીએ ઈશા માટે ફરી એકવાર સુંદર કારીગરી સાથે લહેંગો તૈયાર કર્યો છે. સબ્યસાચીએ સોશિયલ મીડિયા પર ઈશાની તસવીરો શેર કરતાં લહેંગા વિશે માહિતી આપી છે.આ લહેંગામાં હેન્ડ-એમ્બ્રોડરી અને હેન્ડ પેઈન્ટ કરવામાં આવ્યું છે. લહેંગામાં ખાસ ટીલા વર્ક કરાયું છે અને દુપટ્ટાને ટ્રેડિશનલ લૂક આપવા માટે બંધેજના દુપટ્ટામાં ગોટા પટ્ટીનું કામ કરાયું છે. ઈશાના લૂકને સુંદર જ્વેલરી સાથે રોયલ બનાવાયો છે. હેવી નેકપીસ અને ઈયરિંગમાં અનકટ ડાયમંડ સાથે પન્નાનો ઉપયોગ કરાયો છે.
લગ્ન પહેલા આનંદ-ઈશાની સંગીત સેરેમની ખૂબ ખાસ હશે. રિપોર્ટ પ્રમાણે ઈશાના સંગીતમાં તેની ખાસ દોસ્ત પ્રિયંકા ચોપરા પરફોર્મ કરશે. માહિતી પ્રમાણે, દાદી કોકીલાબેન અંબાણીના આશીર્વાદ લઈને ઈશાના લગ્નના જશ્નની શરૂઆત કરાઈ છે. ડાંડિયા નાઈટના આયોજન સાથે ફંક્શન શરૂ થયા છે.