સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની પહેલ

ઈશા અંબાણીએ તાજેતરમાં એક નવા જાહેર કલા પ્રોજેકટ હોલિસ્ટીક હિલિંગનો પ્રારંભ કરાવ્યો હતો. મુંબઈમાં આવેલા સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રીસર્સ સેન્ટર માટે જ જેની સંકલ્પના કરવામાં આવી હોય તેવો આ પ્રથમ પ્રોજેકટ છે. આ પહેલથી રિલાયન્સ ફાઉન્ડેશનનો ઉદેશ્ય ભારતીય પ્રજાને આધુનિક અને સમકાલીન કલાનો પરિચય કરાવવાનો છે.આ પ્રોજેકટ દર્દીઓ તથા તેમના કુટુંબીજનોને વિઝયુઅલ આર્ટની અદ્વિતીય શકિતનો અનુભવ કરવાની તક પુરી પાડશે. હોસિસ્ટીક હિલિંગ પ્રોજેકટ સમકાલીન કલાકારોને સ્થળ-વિશેષ કલાના નમુનાઓ રજુ કરવાની અનોખી તક પુરી પાડશે.સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરના વાતાવરણમાં પરિવર્તન લાવવા માટે ભારતના ૧૨ અગ્રણી સમકાલીન કલાકારોએ કલાના નવ નમુના તૈયાર કર્યા છે. જે હોસ્પિટલમાં વિવિધ સ્થળોએ ગોઠવવામાં આવશે.પ્રોજેકટની જાહેરાત કરતા ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, હોલિસ્ટીક હિલિંગ પ્રોજેકટ હોસ્પિટલના વાતાવરણને એવી જગ્યામાં તબદિલ કરવાની આશા રાખે છે, જે જોનારને તેની દિવાલોની મર્યાદાઓમાંથી બહાર લઈ જાય. આ પહેલ કલા જગતમાં આ કાર્યને ચાલુ રાખવામાં અમને પ્રેરણા આપશે. ભારતના કેટલાક અગ્રણી સમકાલીન કલાકારો સાથેના આ પ્રેરણાદાયક સહયોગના ભાગ બનવાનો આનંદ છે.આ પ્રારંભના ભાગ‚પે, સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નવા આર્ટ વર્કની ઉજવણી માટે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતીય કલાને પ્રોત્સાહન આપવા ભારતમાં સ્થાનિક સ્તરે અને વૈશ્ર્વિક સ્તરે વિવિધ સંસ્થાઓમાં માટે તક તથા મંચ પુરો પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.