ઘર અને ઓફિસની જવાબદારીની વચ્ચે જાણે બંને પતિ-પત્ની એકબીજાની સાથે સમય વિતાવવા અને સાથથી વંચિત થઇ ગયા છે. જ્યારે પણ સંબંધોમાં આ પ્રકારનાં સંજોગો જણાય છે ત્યારે એક બીજાનાં સાથને પાછો કેમ મેળવવો એ વિશે જાણીએ પતિ-પત્ની હિન્દુ ધર્મ અનુસાર લગ્ન જીવનમાં સાત-સાત જનમનાં સંબંધો બાંધે છે ત્યારે આ જનમમાં પણ સાથે રહેવું મુશ્કેલ બને છે તેવા સમયે એકબીજાનો સાથ મેળવવા ભૂતકાળમાં સંબંધની શરુઆતના સમયને યાદ કરવો જોઇએ જ્યારે બંને યુગલ એકબીજા સાથે મીઠી મધુર વાતો કરતા, ફરવા જતા, સાથે સમય વિતાવતા હતા. એ સિવાય સાથે સમય વિતાવવાનો સમય નથી મળતો ત્યારે એકબીજાના સહવાસનાં સંજોગો બનાવવા જરુરી છે. એટલે જ્યારે રાત્રે સુવાનો સમય આવે ત્યારે સાથે જ સુવુ જોઇએ અને સાથીને અહેસાસ કરાવો કે એ તમારા માટે કેટલાં જરુરી છે.
આ ઉપરાંત એકબીજાનાં હાથ પકડવો એ પણ એક અટુટ સંબંધની નિશાની છે જેમાં બંને સાથીને એકબીજા સાથે હોવાનો અહેસાસ થાય છે એટલે જ્યારે પણ તક મળે ત્યારે હાથ પકડીને રાખો. આલિંગન એક અદ્ભૂત અનુભૂતિ છે. જેમાં એકબીજાના વિશ્ર્વાસ અને હૂંફનો અહેસાસ રહેલો છે. તેમજ આલિંગન કરવાથી હેપ્પીનેસ હોમર્ોન્સ એક્ટિવ થાય છે અને બંને વચ્ચેની દૂરી ઓછી થાય છે.