એક સમય હતો જ્યારે પ્રેમીઓ જન્મોજન સાથ નીભાવવાનાં વચનો આપતા અને એ વચનોને અનુસરતા પણ. પરંતુ અત્યારનાં સમયમાં આવું વિચારવું એ એક જોક સમાન લાગે છે જ્યાં સંબંધો જન્મોજનતાના તો શું એક જનમનાં પણ નથી હોતા. અત્યારનાં સમયનાં સંબંધો એક પરપોટા સમાન હોય છે. જેને વધુ વિકસાવતા તે ફુટી જાય છે તેમ જ સંબંધો પણ લાંબો સમય ટકી નથી રહેતા. જેમાં મહત્વની ભૂમિકા સોશિયલ મિડિયાએ ભજવી છે.

જેમાં રચાયેલા સંબંધો બહારથી તો એકદમ મજબૂત દર્શાય છે પરંતુ અંદરથી સાવ ખોખલા હોય છે. તો આવો જાણીએ કેટલાંક એવા કટુસત્યો જેના પર આધાર રહેલો છે આ મોર્ડન રેલેશનશિપ…..!

– સોશ્યિલ મિડિયા, ટેક્સટીંગ, વોટ્સએપ અને ઇ-મેઇલ દ્વારા વાત કરવાથી કોઇ વ્યક્તિની દિલની લાગણીઓ સ્પષ્ટ વ્યક્ત નથી થાતી. એવામાં આ વસ્તુઓને છોડીને ફેસ ટુ ફેસ વાત કરવાનું શીખવું જરુરી છે.

– આજકાલ લોકો રિલેશનશિપમાં પડવાથી પહેલાં પોતાનો લુક ચેન્જ કરે છે જેથી વધુમાં વધુ લોકોને આકર્ષી શકાય. એ ઉપરાંત પાર્ટનર પણ એવો જ પસંદ કરે છે જે ગુડલુકિંગ હોય.

– જો તમે એવું બોલો કે તમે ખૂબ જ બંપરવાહ અને કોઇ વધુ પડતી કાળજી નથી લેતા તો તેવા સમયે પાર્ટનર એવું જ વિચારશે આ તો સાવ ધમંડી છે જેના પરિણામ સ્વરુપ તમારા સંબંધો આગળ વધતા અટકે છે.

– સોશિયલ મિડિયા તમારા સંબંધોને બગાડી શકે છે. સિક્રેટ તરીકે કોઇપણ અજાણી વ્યક્તિ સાથે ચેટીંગ કરવું, પોતાના પાર્ટનરના પર્સનલ મેસેજ વાંચવા, કે પછી ફોટો માટે આવેલી કોમેન્ટ વાંચી તેનું ખોટુ અર્થઘટન કરવું વગેરે પરિબળો તમારા સંબંધોને ખરાબ કરે છે.

– વનનાઇટ સ્ટેન્ડ, સેક્સ ડેટ, અને પાર્ટનર એક્સચેન્જ કરવા એ આજકાલ ખૂબ જ સામાન્ય ઘટના બની છે. પરંતુ શું તમારા સંબંધો માત્ર સેક્સની આસપાસ જ ફરતાં રહી ગયાં છે…..?

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.