તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થવાના ઘણા કારણો હોઈ શકે છે. એમાનું એક મુખ્ય કારણ PAN-Aadhaar લિંકની ગેરહાજરી છે. તેમજ વધુમાં, જો કોઈ વ્યક્તિ પાસે બહુવિધ પાન કાર્ડ હોય, તો આવકવેરા વિભાગ પાન કાર્ડને નિષ્ક્રિય કરી દેશે.
PAN કાર્ડ એ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. PAN એ 10 અંકનો અનન્ય ઓળખ નંબર છે. PAN કાર્ડ એ એક ભૌતિક કાર્ડ છે, જેમાં તમારા PAN સાથે નામ, જન્મ તારીખ, પિતા અથવા પત્નીનું નામ અને ફોટોગ્રાફ હોય છે. તેમજ આ કાર્ડની નકલ ઓળખ અથવા જન્મ તારીખના પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. પરંતુ શું તમે તપાસ કરી કર્યું છે કે તમારું PAN કાર્ડ એક્ટિવ છે કે નહીં? તો તમે તેને ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન શોધી શકો છો. જો તમારું PAN કોઈ ખાસ કારણોસર નિષ્ક્રિય થઈ જાય છે, તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
જો તમારું PAN કોઈપણ કારણોસર નિષ્ક્રિય થઈ જાય છે, તો તમારે તમારા PAN કાર્ડને સક્રિય કરવાની વિનંતી કરતો એક પત્ર તૈયાર કરવો પડશે અને તેને આવકવેરા વિભાગમાં તમારા અધિકારક્ષેત્રના મૂલ્યાંકન અધિકારીને મોકલવો પડશે. આમાં કેટલાક દસ્તાવેજોની જરૂરી રહેશે. જેમ કે તમારા આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે ઉપયોગમાં લેવાતા PAN કાર્ડની નકલ, આવકવેરા વિભાગની તરફેણમાં ક્ષતિપૂર્તિ બોન્ડ, નિષ્ક્રિય થયેલા પાન નંબરમાંથી છેલ્લા 3 વર્ષમાં ફાઈલ કરવામાં આવેલ ITRની નકલ વગેરે મોકલવાની રહેશે. જ્યારે AO ને તમારી વિનંતી પ્રાપ્ત થાય છે અને બધું જ યોગ્ય લાગે છે, ત્યારે વિભાગ 15-30 દિવસમાં તમારું PAN કાર્ડ સક્રિય કરશે.
તે એક્ટિવ છે કે નહીં તે ઘરે બેસીને જાણી શકશો
સૌ પ્રથમ આવકવેરા વિભાગની પોર્ટલ લિંક પર જાઓ https://www.incometax.gov.in/iec/foportal/
ત્યારબાદ ડાબી બાજુએ ક્વિક લિંક્સ વિભાગ પર જાઓ અને નીચે વેરીફાઈ PAN સ્ટેટસ પર ક્લિક કરો.
અહીં નવા પેજ પર, તમારો PAN નંબર, આખું નામ, જન્મ તારીખ અને PAN સાથે નોંધાયેલ તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને નીચે Continue પર ક્લિક કરો.
ક્લિક કરવાથી તમારા મોબાઈલ ફોન પર વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP આવશે, તેને નવા પેજ પર આપેલા બોક્સમાં એન્ટર કરો અને Validate પર ક્લિક કરો.
જેવું તમે આ કરશો, તમારી સામે ગ્રીન ટિક સાથે એક મેસેજ આવશે જેમાં લખેલું હશે – PAN is Active અને વિગતો PAN કાર્ડ મુજબ છે.
PAN કાર્ડ શા માટે નિષ્ક્રિય થઈ જાય છે?
તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થવાના ઘણા કારણો હોઈ શકે છે. એક મુખ્ય કારણ PAN-Aadhaar લિંકની ગેરહાજરી છે. તેમજ વધુમાં, જો કોઈ વ્યક્તિ પાસે બહુવિધ પાન કાર્ડ હોય, તો આવકવેરા વિભાગ પાન કાર્ડને નિષ્ક્રિય કરી દેશે. આવકવેરા વિભાગ તે પાન કાર્ડ્સને નિષ્ક્રિય કરશે. જે નકલી માનવામાં આવે છે કારણ કે તે ખોટી ઓળખ અથવા અસ્તિત્વમાં ન હોય તેવી વ્યક્તિઓને જારી કરવામાં આવ્યા છે.
જો તે નિષ્ક્રિય થઈ જાય તો શું કરવું
જો તમારું PAN કાર્ડ કોઈપણ કારણોસર નિષ્ક્રિય થઈ જાય છે, તો તમારે તમારા PAN કાર્ડને સક્રિય કરવાની વિનંતી કરતો એક પત્ર તૈયાર કરવો પડશે અને તેને આવકવેરા વિભાગમાં તમારા અધિકારક્ષેત્રના મૂલ્યાંકન અધિકારીને મોકલવો પડશે. આમાં કેટલાક દસ્તાવેજો પણ મોકલવાના રહેશે. જેમ કે તમારા આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે ઉપયોગમાં લેવાતા PAN ની નકલ, આવકવેરા વિભાગની તરફેણમાં ક્ષતિપૂર્તિ બોન્ડ, નિષ્ક્રિય થયેલા પાન નંબરમાંથી છેલ્લા 3 વર્ષમાં ફાઈલ કરવામાં આવેલ ITRની નકલ વગેરે મોકલવાની રહેશે. જ્યારે AO ને તમારી વિનંતી પ્રાપ્ત થાય છે અને બધું જ યોગ્ય લાગે છે, ત્યારે વિભાગ 15-30 દિવસમાં તમારું PAN કાર્ડ સક્રિય કરશે.