સંબંધોની દોર એવી હોય છે કે જે પળમાં તૂટી પણ જાય છે અને જોડાય પણ જાય છે. ત્યારે આજના છોકરાઓ ઘણીવાર કેટ-કેટલીવાર પોતાની ગર્લફ્રેન્ડને ભેટ આપતા હોય છે, છતાં તે ધીમે-ધીમે દૂર થતાં જાય છે. ત્યારે અમુકવાર નાની ભૂલ કોઈપણની બન્નેને દૂર કરી નાખે છે. ત્યારે ઘણીવાર મિત્રો વાતો કરતાં હોય છે ત્યારે કે યાર આજે તો મે આટલું કર્યું તો પણ તે વાત જ કરતી નથી અને આ સવાલનો જવાબ ક્યારેક તેના સંબંધો બગાડી નાખે છે. ત્યારે અમુક નાની-મોટી વાતો દરેક સંબંધમાં અવશ્ય ધ્યાન રાખવી જોઈએ કારણ તે દરેક સંબંધો વધુ સ્પષ્ટ અને સરળ બનાવશે.
તેને સમય આપતા શીખો
દરેક સંબંધને સમય આપતા શીખો. દરેક છોકરાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે તેની ગર્લફ્રેન્ડ તેની સાથે ના બોલે તો તેને સમજો અને તેને સમય આપો. ક્યારેક સંજોવશ કદાચ કોઈ કારણથી તેને બોલવાની ઈચ્છા હોય તે તેને ના બોલાવો કારણ તે તમારા સંબંધો વધારે બગાડી શકે છે. ત્યારે તેને સમય આપો અને તેટલો સમય તમે તેને સમજી જુઓ.
વાત કરવાની કોશિશ ના ટાળો
ક્યારેક સંબંધોમાં કોઈ એક-બીજા સમજે નહીં તો વાત વધારે બગડે છે. ત્યારે ઘણી ફ્રેન્ડ્સ તેની ગર્લફ્રેન્ડથી થોડા સેમય બોલવાની કોશિશ કરે ત્યારબાદ વાત કરવાનું ભૂલી જાય છે. તો તે વસ્તુ ના કરો સમય સાથે તેને સમજોને ધીમે-ધીમે તેની સાથે વાત કરતાં જાવ. તેને સમજી અને તેની સાથે રહેતા શીખી લો. જો તેટલું કરશો તો આવી વાતના થાય તેવી કોઈ સમસ્યા જ ઊભી થશે નહીં. તે પોતે જ સમજી તમારી સાથે વાત કરવા માંડશે.
ભૂલતા શીખો
દરેક સંબંધમાં નાના ઝધડા તો વાતના ભૂલવાના કારણે થતાં હોય છે. ત્યારે કોઈપણ સંબંધોમાં જો આ વાતનું ધ્યાનના આપો તો વાત બગડી શકશે. ત્યારે આ એક વાત કે ભૂલતા શીખો તે યાદ રાખો. તેનાથી જીવનમાં ક્યારેય વાત બગડશે નહીં. તે પછી ફ્રેન્ડ્સમાં હોય કે પતિ-પત્નીમાં હોય. આ વાત ક્યારેક તમારી ગર્લફ્રેન્ડને આ વાતથી તમે દિલથી તેને જીતી જશો.
પરસ્પર સમજણ કેળવો
બન્ને વ્યક્તિ જો સમજે તો જ જીવનમાં સંબંધો સાથે જીવવાની મજા છે. ક્યારેક બોયફ્રેન્ડની ભૂલ હોય તો ગર્લફ્રેન્ડ તેને યાદ રાખી લે છે, તો આવું કરવાથી સંબંધોમાં પછી ધીમે-ધીમે દૂરી આવી જતી હોય છે. તો આ વાત તે બોયફ્રેન્ડને પણ લાગુ પડે છે. દરેક સંબંધમાં જો સામે-સામે સમજૂતી હોય તો કોઈને ખોટું લાગતું નથી અને સંબંધોમાં વધુ આનંદની અનુભૂતિ થાય છે.
તો અમુક સાવ નાની વાતોનું ધ્યાન રાખો અને તમારા અને તમારી ગર્લફ્રેન્ડના સંબંધોને શ્રેષ્ટ બનાવો અને તમારી ગર્લફ્રેન્ડને દૂર જતાં અટકાવી શકો છો.