દરેક શનિવાર કે શુક્રવારે તમે જોયું હશે કે ઘરના મોટા વડીલો મુખ્ય દરવાજા પર લીંબુ મરચા બદલે છે. આ દિવસે રસ્તા પર ઘણા બધા લીંબુ-મરચાના ઢગલા જોવા મળે છે. જેના પર પગ ન આવી જાય તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે. જો ભૂલથી પણ તમારો પગ તેના પર આવી જાય તો તે અશુભ મનાય છે. જો કે આજની પેઢી આ વાત પર જરાય વિશ્વાસ કરતી નથી. તમે માનશો નહિં પણ આમ કહેવા પાછળ પણ એક કારણ છે.
જો તમારો પગ તેનીપાર પડીજાય તો અશુભતો માનવામાં આવે છે.જો આવું રસ્તા પર પડેલું હોય તો તેનાથી દુર રહીને ચાલવું જેથી કરીને આપણું અપશુકન નો થાય. તમે મોટા ભાગના વડીલોને કહેતા સાંભળ્યુ હશે કે, રસ્તા પર જો લીંબુ-મરચા પડેલા હોય તો તેના પર પગ મુકવો નહિં. તેની પાછળ અંધવિશ્વાસ નથી.
આ પાછળનું એક મોટુ કારણ એ છે કે, જે લોકો લીંબુ-મરચા પર પગ મુકીને આગળ જાય છે, તે વ્યક્તિ પર પણ નકારાત્મક ઊર્જા અથવા ખરાબ નજર નો પ્રભાવ શરૂ થઈ જાય છે. જ્યોતિષિઓનું માનવું છે કે તેમની બઢોતરી અને સારા કાર્યોમાં અડચણો આવવા લાગે છે, કારણ કે નકારાત્મક ઊર્જા જીવનને પ્રભાવિત કરે છે. પરિણામે રસ્તા પર પડેલા લીંબુ-મરચા પર ક્યારેય પગ મુકવો નહિં.