કોટન એક લાઇટ ફેબ્રિક છે જે બજેટના હિસાબે થોડુ મોઘું હોય છે તેમજ કોટનને લાંબા સમય સુધી ટકાવી રાખવા તેને વોશ કરવાની રીત પણ અલગ હોય છે જેને ધ્યાનમાં રાખીને તેની ક્વોલિટીને લાંબા સમય સુધી મેનટેઇન કરી શકાય તે માટે કેટલીક બાબતો આજે તમને જણાવીશ
જે આ પ્રમાણે છે.
– કોટનના વ્હાઇટ અને કલરફૂલ કપડાને એક સાથે ક્યારેય ના ધૂઓ
– કોટન પર લાગેલા ડાઘને દૂર કરવા માટે કલર સેફનો ઉપયોગ કરવો જોઇએ.
– કોટનના કપડાને લાંબા સમય સુધી મેઇન્ટેઇન રાખવા માટે ધોયા બાદ તેને વધારે તડકામાં સુકવો હળવા સુકાઇ જાય પછી તેને હટાવી લો.
– જો કોટનના કપડા પર ડાઘ લાગેલા હોય તો ઇસ્ત્રી ન કરવી જોઇએ. આવુ કરવાથી ડાઘ સખત થઇ જાય છે.
– જો તમારો ડ્રેસ હેવી વર્કવાળો હોય તો તેને પલટાવીને ઇસ્ત્રી કરવી જોઇએ.