લાલ મરચુ રસોઇ ઘરમાં ખૂબ જ જરુરી અને સામાન્ય મસાલો છે. જેને ઘણી ભારતીય વાનગીઓમાં પાઉડર તરીકે તેને ઉપયોગમાં લેવામાં આવે છે. પરંત્ુ હાલ પેકેજડ મરચું પણ બજારમાં ઉપલબ્ધ હોય છે. પરંતુ શું તમને ખ્યાલ છે જે મરચુ પાઉડર તમે વાપરો છો તે સુરક્ષિત છે કે કેમ ? કારણ કે તેનો કલર અને સ્વાદ વધારવા માટે કેમિકલનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. જેની સિમ્પલ ટિપ્સથી તમે તપાસ કરી શકો છો તે મરચુ કેમિકલયુક્ત છે કે નહીં તે પણ જાણી શકો છો.
– મરચાના પાઉડરમાં મિઠુ, ઇંટનો ભુક્કો અથવા ટેલકમ પાઉડર નાખી ભેળસેળ કરવામાં આવતી હોય છે. ત્યારે તમે એક પાણીના ગ્લાસમાં ચમચી ભરીને મરચાનો પાઉડર નાખો. જો કૃત્રિમ કલર હશે તો પાણીનો કલર બદલી જશે. અને તેમાં ઇંટનો ભુક્કો હશે તો તે રેડિશ બ્રાઉન નથી જો તમને ગ્લાસના તળીએ સોફ્ટ ફિલ થાય તો સોપ સ્ટોન હોવાની શક્યતા છે.
– સૌથી વધુ ઇંટના પાઉડરનો લાલ મરચામાં ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેનું ટેક્સચર અને કલર બંને સરખા હોય છે. તેના માટે લાલ મરચાની ઠગલી કરે હવે એલ ગ્લાસના તળીયાથી તે ઢગલી પર ઘસો, જો કઇ કરકરુ હોય તેવું લાગે તો ઇંટનો ભુક્કો હોઇ શકે છે.
– ઘણી વખત લાલ મરચામાં સ્ટાર્ચ પણ ભેળવવામાં આવતો હોય છે. તેની તપાસ કરવા માટે લાલ મરચાંમાં થોડા ટીપા મરચુ પાઉડર નાખો જો તમનુ બ્લુ જેવો કલર દેખાય તો તેમાં સ્ટાર્ચ હોય શકે છે.