કોલેજ ! દરેક છોકરા અને છોકરીઓના જીવનનું એક મહત્વપૂર્ણ ભાગ એટલે. એમના કોલેજકાળના દિવસો. સ્કૂલમાં હોય ત્યારથી જ તેઓ ક્યારે કોલેજમાં આવશે તેન સ્વપ્નો જોવાનું શરુ કરી દેતાં હોય છે તેમના મતે તો કોલેજ એટલે આઝાદી, ફરવાનું-નવા મિત્રો બનાવાના, અને થોડું એવું ભણવાનું, તેમના મતે તો આ જ ઉમંર છે જેમાં પોતે ઇચ્છે એ પ્રમાણે હરીફરી શકે છે. મોજ-શોખ કરી શકે છે. જાતે નિર્ણયો લઇ શકે છે. વગેરે…..
કોલેજમાં અભ્યાસ કરતાં હોય તેવા કોલેજીયનોએ કેટલીક બાબતોથી દૂર રહેવું જોઇએ. કેટલીક બાબતો તેમને તથા તેમના ભાવિ માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. જો તેઓ તેવી બાબતોથી બચી ગયા તો તેઓની જીંદગી સુધરી શકે છે. જેમાં ……
– ક્લાસબંક કરવો…
કોલેજમાં ક્લાસ બંધ કરવા એ તો સામાન્ય વાત ગણાય. એનાથી શું થઇ જાય. જો તમે આવું જ વિચારતા હોવ તો જરા થંભી જાજો. ઘણા બધા યુવાનો કોલેજમાં આવતાની સાથે જ મોજ-મસ્તી કરવા ક્લાસ બંધ કરી અને ભણતરને અવગણવા માંડે છે. ક્લાસ બંક કરવામાં શરુઆતમાં તો તમને બધુ સારું જ લાગશે. પરંતુ જ્યારે કોલેજમાં પરિક્ષાઓ આવે કે નોકરી માટે ઇન્ટરવ્યુમાં ન આવડી શકવાને કારણે ઘણું ખરાબ અનુભવ વેઠવો પડતો હોય છે.
– ગેંગ બનાવી…..
કોલેજ શરુ થવાની સાથે જ ખાસ કરીને છોકરાઓ તો પોતાનો વટ પાડવા પોતાના જેવા જ અન્ય છોકરાઓ સાથે ઝડપથી હળીમળીને ‘ગેંગ’ બનાવતા હોય છે. તથા મોડી રાત સુધી બાઇક્સમાં ફરવું, કોઇ મૂવીના હીરોની જેમ વર્તવું, ઉપરાંત જૂનિયર્સની રેગિંગ વગેરે કરવાનું શરુ કરી દેતાં હોય છે, અને તેઓ ગેંગમાંથી ‘ગુંડા‘ની શ્રેણીમાં ક્યારે આવી પહોંચે છે. તેનો તેમનો પણ ખ્યાલ નથી રહેતી. આથી આવી બાબતથી પણ બચીને જ રહેવું સારું.
– ફ્લર્ટિંગ કરવું. –
સામાન્ય રીતે કોલેજનો અર્થ જ એવો કરવામાં આવતો હોય છે કે છોકરીઓ સાથે દોસ્તી કરવી, તેમની સાથે મૂવી & ડેઇટ પર જવું અને મસ્તી કરવી, આ માટે ઘરે મમ્મી પાસે ખોટું બોલી પૈસા મેળવવા સુધી પ્રયત્નો કરવામાં આજ-કાલના યુવાનો અચકાતા નથી. અને ઘણો ખરો સમય-નાણાં આ રીતે જ વેડફી નાખતાં હોય છે.
– ફેશન અને સ્ટાઇલમાં દેખાદેખી :-
કોલેજમાં યુવાનો અને યુવતીઓ પોતાના દેખાવ માટે ખૂબ સજાગ રહેતા હોય છે. છોકરીઓ તો અવનવાં વસ્ત્રો તથા ફેશનના નામે મેકઅપ વગેરે પાછળ ઘેલી બનતી જ હોય છે. તો સામે યુવાનો પર હીરો જેવા કપડાં, લૂક્સ માટે દાઢી વગેરે પાછળ ખોટાં ખર્ચા કરી દેખાડો કરવા મથતાં હોય છે, આ ઉપરાંત આવા-જવા માટે સ્પોટર્સ બાઇક્સ કે કાર વગેરે પણ સામાન્ય બની ચુંક્યું છે.
આમ, જોઇએ તો કોલેજકાળનો સમય કદી પાછો નથી જ આવવાનો, એ સાચું આથ થોડી ઘણી મોજ-મસ્તી, હરવું-ફરવું વગેરે પણ જરુરી છે. પરંતુ અમૂલ્ય કોલેજકાળનો સમય માત્ર મોજ-શોખમાં જ ન જતો રહે એ પણ જરુરી છે. આથી તેવી બાબતોથી બચીને રહેવું અને ભણતર અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.