આપણાં બાળપણમાં એટલે કે અત્યારથી ૩૦-૨૫ વર્ષ પહેલાં જે પરિસ્થિતિમાં આપણું બાળપણ વિત્યું છે તેવી પરિસ્થિતિ શું આપણાં સંતાનોને મળે છે કે નહિં તેવું ક્યારેય વિચાર્યુ છે….? આપણે નાના હતા ત્યારે કદાચ જે વિસ્તારમાં રહેતાં તેની ગલીયે ગલીથી પરિચિત હતા. ઘરની બહારનાં વાતાવરણથી પરિચિત હતા શેરી રસ્તોથી આનંદ અને ઉત્સાહથી જીવતા હતા અને જો જરા વધારે મસ્તીખોર કે તોફાની હોય તો કદાચ આખા એરીયામાં ફેમસ પણ હોય તેવું પણ બને છે.
પરંતુ શું આવું જ વાતાવરણ આપણાં બાળકોને મળે છે ખરુ……? તો દરેકનો જવાબ હશે ના…..
જેનું કારણ દરેક ઘરનાં બાળકની સંખ્યા ૧-૨ હશે અને તે દરેકનાં હાથમાં મોબાઇલ, ટેબ્લેટ, કે કોમ્પ્યુટર આવી ગયા છે જે તેની સમગ્ર દુનિયા બની ચુંક્યા છે જેના દ્વારા તે કદાચ આખા વિશ્ર્વથી પરિચિત હશે પરંતુ શું તેની આજુબાજુના વાતાવરણને માણી શકે છે ? જે તેનાં શારિરીક તેમજ માનસિક વિકાસ માટે ખુબ જરુરી બને છે. અત્યારનો બાળક જ્ઞાની તો થયો છે પરંતુ તેની સામાજીક લાઇફ વિકસવામાં મુશ્કેલી થઇ છે. અને બાળકને આવું સંકુચિત બનાવવામાં મોટો ફાળો આપણો જ રહ્યો છે કારણ કે આપણી સોશ્યિલ લાઇફ પણ સોશ્યિલ મિડિયામાં જ સમાઇ ગઇ છે. જેનાથી બાળકો પર પણ એની મહત્તમ અસર જોવા મળી છે.