સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) એ મીનીમમ માસિક એવરેજ બેલેન્સ (MAB) લીમીટને ઓછી કરી દીધી છે. હવે મેટ્રો શહેરોમાં સેવિંગ બેંક એકાઉન્ટ હોલ્ડર માટે ૩,૦૦૦ રૂપિયા મીનીમમ એવરેજ બેલેન્સ (માસિક) અનિવાર્ય રહેશે. તે પહેલા મીનીમમ બેલેન્સની લીમીટ ૫,૦૦૦ રૂપિયા રાખવામાં આવી હતી.
આ નવો નિયમ ૧ ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. બેંકે જણાવ્યું છે કે, તેણે નિર્ણય કર્યો છે કે મેટ્રો શહેરોમાં મીનીમમ એવરેજ બેલેન્સને ઘટાડીને ૩,૦૦૦ રૂપિયા કરવામાં આવશે. તેમજ શહેરી, અર્ધ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં મીનીમમ બેલેન્સની શરતો ક્રમશ: ૩,૦૦૦ રૂપિયા, ૨,૦૦૦ રૂપિયા અને ૧,૦૦૦ રૂપિયા રાખવામાં આવશે. આ જાણકારી બેંકની વેબસાઈટ દ્વારા સામે આવી છે.
બેંકે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, તેમજ સેવિંગ એકાઉન્ટમાં મીનીમમ એવરેજ બેલેન્સ ન રાખવાની પરિસ્થિતિમાં લાગતા ચાર્જ (શુલ્ક) ને ૨૦ થી ૫૦ ટકા સુધી ઓછુ કરવામાં આવ્યું હતું. જોકે, બધા વર્ગનાં લોકો અને બધી શ્રેણીઓ પર લાગુ થશે.
મીનીમમ બેલેન્સ ન રાખવા પર શું દંડ લાગશે?
સેમી અર્બન (અર્ધ શહેરી) અને ગ્રામીણ ક્ષેત્રોમાં મીનીમમ એવરેજ બેલેન્સ મેઈનટેઈન ન કરવા પર ૨૦ થી ૪૦ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવતો હતો. જોકે, તે દંડ હવે ૨૫ થી ૭૫ રૂપિયા થઇ ગયો છે. તેમજ શહેરી અને મેટ્રો શહેરોમાં આ ૩૦ થી ૫૦ રૂપિયા હતો. જેકે, હાલના સમયમાં ૫૦ થી ૧૦૦ રૂપિયા છે.
થોડા દિવસ પહેલા અમે જણાવ્યું હતું કે, હાલના નાણાંકીય વર્ષનાં પહેલા ત્રિમાસિક ગાળામાં એસબીઆઈએ પોતાના ગ્રાહકો પાસેથી મીનીમમ બેલેન્સ મેઈન્ટેન ન કરવા પર 235.06 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. આ દંડ કુલ ૩૮૮.૭૪ લાખ ખાતાઓથી વસૂલવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બેંકે પોતાની વેબસાઈટમાં કહ્યું છે કે, સુરક્ષા કારણોસર અને RBIની ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે બેંકે સ્થાયી રીતે મેગસ્ટ્રિપ ડેબિટ કાર્ડ્ને બ્લોક કરવા માટે નિર્ણય કર્યો છે. પોતાનો ATM કાર્ડ બદલવા માટે ખાતાધારકોને બેંક જવાનું રહેશે અથવા ઈન્ટરનેટ બેકિંગ (www.onlinesbi.com) દ્વારા આવેદન કરવાનું રહેશે. SBI વગર કોઈ ચાર્જ EVM ચીપ ડેબિટ કાર્ડ જારી કરશે.