ગોરખપુર અને ફુલપૂર બેઠક ગુમાવ્યા બાદ હવે કેરાનામાં પણ ભારતીય જનતા પક્ષની હાર
યુપીના ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠકો ગુમાવ્યા બાદ હવે કેરાનાની બેઠક પણ ભાજપ હારી ગયો છે. ઉત્તરપ્રદેશમાં હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાનો જાદૂ ઓસરી રહ્યો હોવાનું પેટા ચૂંટણીના પરિણામ પરી ફલીત થઈ રહ્યું છે. મહારાષ્ટ્રની પાલઘર, ભંડાર-ગોંદીયા અને નાગાલેન્ડ લોકસભા બેઠકો તા ૧૦ વિધાનસભા સીટની પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે.
જેમાં પાલભરને બાદ કરતા બાકીની બે બેઠક પર ભાજપનો પરાજય થયો છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ અત્યાર સુધી દેશના ૧૪ રાજયોમાં ૨૭ લોકસભા બેઠક પર પેટા ચૂંટણી થઈ ચૂકી છે જેમાંથી ફકત ૫ બેઠકો પર ભાજપને વિજય મળ્યો છે. આ ૨૭ લોકસભા બેઠકમાંથી ૧૩ ભાજપ પાસે હતી એટલે કે ભાજપને ૮ બેઠકોનું નુકશાન થયું છે. જયારે કોંગ્રેસને ૫ બેઠક પર જીત મળી છે. કોંગ્રેસ પાસે એક બેઠક હતી જેના સને હવે ચાર વધતા ૫ થઈ છે.
મુખ્યમંત્રી યોગીની ગોરખપુર અને નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્યની ફૂલપુર બેઠક ભાજપ હારી ચુકયા બાદ કૈરાના પણ ગુમાવવી પડી છે. યોગીના અડધા મંત્રી, સાંસદ સહિતનાએ કૈરાનામાં જોરશોરી પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ પણ એકસ્પ્રેસ-વેના ઉદ્ઘાટનના નામે રોડ-શો કર્યો હતો. જો કે પેટા ચૂંટણીમાં ભાજપનું કમળ મુરજાઈ ગયું છે.
કૈરાનાની હાર ભાજપ માટે મોટો પરાજય છે. કોંગ્રેસની લોકસભા બેઠકો ૪૪ થી વધીને ૪૮ થઈ છે. હજુ ચાર લોકસભા બેઠક પર પેટા ચૂંટણી વાની છે. જેમાંથી બે બેઠક ભાજપની છે. કૈરાના અને નુરપુરમાં અખીલેશ અને માયાવતીએ મુંગા મોઢે ભાજપનો ખેલ પાડયો છે. બહુજન સમાજવાદી પક્ષે આ બન્ને મત વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કર્યો નથી. તેમજ મતોના ધ્રુવિકરણ અટકાવવામાં ભાગ ભજવ્યો છે.
પ્રચાર કરીને નુકશાન વેઠવા કરતા પ્રચારી દૂર રહીને એસ.પી., આર.એલ.ડી.ને ફાયદો કરાવવાની રણનીતિ અહીં જોવા મળી છે. અહીં ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પક્ષના શાસન દરમિયાન જાટ સમુદાય અને મુસ્લિમો વચ્ચે રમખાણો થયા હતા. જેથી અખીલેશ આ વિસ્તારમાં પ્રચાર ન કરે તેવી રણનીતિ અપનાવવામાં આવી છે.