શિયાળામાં હળદર, મેથીદાણા, મરી અને જાયફળનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી
શિયાળાની શઆત થઇ ગઇ છે ફુલગુલાબી ઠંડીની આ ઋતુમાં ત્વચા સંપુર્ણ શરીરની સારસંભાળ વધુ લેવી પડતી હોય છે ત્યારે જો કોઇ લોકો શિયાળા દરમિયાન પોતાનું વજન ઘટાડવા ઇચ્છે છે? તો તેઓએ હળદર, તજ અને મેથીનો ભરપુર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઇએ.
શિયાળાની શરુઆત થતાં જ આપણા શરીરમાં પણ ઋતુજન્ય બદલાવો આવે છે જે દરયિમાન સ્વચ્છ રહેવા ઠંડીના દુષ્પ્રભાવથી બચવા
ઘણા મસાલા ખાસ પ્રકારના ઔષધિક ગુણો ધરાવે છે. જે શિયાળામાં રોગપ્રતિકારક શકિત વધારવામાં તો મદદ કરે જ છે. પરંતુ આ સાથે વજન ઓછું કરવામાં પણ અહમ ફાળો ભજવે છે. તો ચાલો આપણે અહી વજન ઘટાડવામાં મદદપ એવા વિશેષ ત્રણ મસાલા, હળદર, તજ અને મેથીદાણા વિશે જાણીએ.
(૧) હળદર:- હળવદ એક ઔષધિક ગુણ ધરાવતા મસાલાઓમાં સામેલ છે કે જે પાચન માટે ખુબ જ ઉપયોગી છે. અને ઝડપી વજન ઘટાડવા માટે પાચન પ્રક્રિયામાં સુધરે છે. હળવદ શરીરની ચરબી ઘટાડવામાં મદદરુપ થાય છે. અને વજન ઓછું કરવા માટે હળદર વાળી ચા પીવી જોઇએ.
(ર) તજ:- હળવદની જેમ તજ પણ વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. તજથી પણ પાચનશકિત સુધરે છે. અને તજના વધુ પડતા ઉપયોગથી આપણે ભુખને વધુ સહન કરી શકીએ છીએ તેમાં મહત્વના પોષકતત્વો અને ફાઇબર પણ રહેલા છે. જે કેલેરીને નિયમીત રાખવામાં મદદરૂપ થાય છે.
(૩) મેથી:- શિયાળા દરમિયાન મેથી અથવા મેથીદાણા ખાવા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબીત થાય છે. મેથીના રહેલા પાણીના ધુલ નશીલ ધટકે ગેલેકેટોમેનેન્ટ ક્રેવિગ્સને રોકવામાં મદદ કરે છે. આ ઉપરાંત મેથી ચયાપચયની પ્રક્રિયા પણ વધારી વધતા વજનથી દુધ રાખે છે.