કાઠિયાવાડના પોલીટીકલ એજન્ટ કર્નલ જહોન વોટસન ની સ્મૃતિમાં મ્યુઝિયમનું નિર્માણ કરાયું હતું

મ્યુઝીયમમાં ધાતુના શિલ્પો, સિકકાઓ, પાષાણયુગના ઓજારો તેમજ પ્રાચિન હસ્તકલા વસ્ત્રકલા અને ચિત્રકલાનો વિશાળ સંગ્રહ

vlcsnap 2018 05 18 13h13m34s162મ્યુઝિયમ એ જ્ઞાન અને કેળવણી આપનાર કલા અને સંસ્કૃતિના પ્રતિકરુપ વિશિષ્ટ સંસ્થા છે. સૌરાષ્ટ્રમાં અનેક મ્યુઝિયમો આવેલા છે. જે ભૂતપૂર્વ રાજવીઓ તરફથી વારસામાં મળ્યા છે. રાજકાટનું વોટસન મ્યુઝિયમ સદીઓ પુરાણુએ પુરાતત્વ, કલા-સંસ્કૃતિ તેમજ હુન્નર અને વિજ્ઞાન વિષયક લગતું બહુહેતુક મ્યુઝિયમ હોવાથી સૌરાષ્ટ્રભરમાં આ મ્યુઝિયમનું એક અલગ સ્થાન છે. આજે ૧૮ મે આંતર રાષ્ટ્રિય મ્યુઝિયમ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અબતક મીડીયા એ રાજકોટના વોટસન મ્યુઝિયમ ની વિશેષ મુલાકાત લઇ માહીતી એકત્ર કરી હતી.

vlcsnap 2018 05 18 13h13m39s215

અબતક સાથેની વાતચીત દરમિયાન વોટસન મ્યુઝિયમના સંગીતાબેન રામાનુજએ જણાવ્યું હતું કે ૧૮ મેએ આંતરરાષ્ટ્રીય મ્યુઝીયમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાત સરકારના પુરાતત્વ અને સંગ્રહાલયફ ખાતા દ્વારા દરેક મ્યુઝિયમોમાં વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક પ્રવૃતિઓનું આયોજન થાય છે. આપણી જે કલા અને સંસ્કૃતિના વારસારુપ નમુનાઓના જતન, સરક્ષણ પ્રત્યે લોકજાગૃતિ આવે લોકોમાં અવેરનેશ આવે લોકો રસ લેતા થાય આપણા રાજકોટના વોટસન મ્યુઝીયમ ની વાત કરીએ તો તે સદીઓ પુરાણુ મ્યુઝિયમ છે. ઇ.સ. ૧૮૮૮ માં તેની સ્થાપના કરવામાં આવી હતી. કાઠીયાવાડના પોલીટીકલ એજન્ટ કર્નલ જહોન વોટસનની સ્મૃતિમાં રાજવીએ શહેરીઓએ ભંડોળ એકત્રિત કરીને આ મ્યુઝિયમ બનાવવાનો ર્ન્ણિય કર્યો હતો અને મ્યુજિયમની સ્થાપના કરવામાં આવી હતી.

vlcsnap 2018 05 18 13h15m53s248

મ્યુઝીયમમાં દરેક પ્રકારના નમુનાનો સંગ્રહ કરવામાં આવે છે. કલા સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્વ વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યું છે. અહિં ધાતુના શિલ્પો વિવિધ સિકકાઓ, વસ્ત્રકલા, સૌરાષ્ટ્રનું લોક ભરત, પાષાણયુગના હસ્તકલા ચિત્રકલા જેમાં અંજતાથી લઇને અત્યારના આધુનિક ચિત્રોનો સમાવેશ કરવામાં આવ્યું છે.

vlcsnap 2018 05 18 13h16m26s70

આહિર, રબારી, સથવારા, વાઘેર વગેરે પુરાકદની પ્રતિકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અહીં વિદેશીના મહારાણી વિડટોરીયાની પ્રતિકૃતિઓનું પણ પ્રદર્શન કરવા આવ્યું છે. અહીં મ્યુઝીયમમાં રાજકોટ સહીતના બહાર ગામ વિદેશથી પણ લોકો મુલાકાતે આવે છે. અને નાના બાળકોથી લઇને મોટા બધા જ મુલાકાતે આવે છે.

vlcsnap 2018 05 18 13h16m18s11

અબતક સાથેની વાતચીત દરમિયાન વોટસન મ્યુઝિયમની મુકાલાતે આવેલ હેતલબેન એ જણાવ્યું કે તે સુરતથી આવ્યા છે તે રાજકોટના વોટસન મ્યુઝિયમની મુલાકાત આવ્યા છે.

અને મને ઇન્ટેસ્ટ હતો કે બાળકોને આપણા ઇતિહાસ વિશે માહિતગાર થાય તે માટે હું તેમને અહીં લઇને આવી છું. મારા બાળકોને પણ ખુબ જ ઇન્ટેસ્ટ હતો. તેથી હું તેમને લઇને આવી છું હું રાજકોટના મ્યુઝિયમમાં પહેલી વખત આવેલ છું. અહીંની વસ્ત્રકલા, હસ્તકલા, સિકકાઓ, ધાતુના શિલ્પો અને રાણી વિકટોરીયાની પ્રતિકૃતિઓ ખુબ જ સુંદર છે. અને અહી આવીને બાળકોને ઇતિહાસ વિશે ધણું બધું જાણવા મળ્યું.

vlcsnap 2018 05 18 13h15m11s108

 

હાર્દિક વ્યાસે જણાવ્યું કે તે ઓખા થી આવે છે આજે આતંરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ છે અને આપણા સૌરાષ્ટ્રના મિત્રો ખાસ કરીને આ વોટસન મ્યુઝિયમની મુલાકાત લેવી જ જોઇએ. તેમાંથી સીટીના છોકરાઓ તો ખાસ મુલાકાત લેવી જોઇએ. કારણ કે નાના બાળકોને આપણા ઇતિહાસ વિશેષ જાણ ન હોય આપણા સૌરાષ્ટ્રનું લોકભરત, હસ્તકલા, વસ્ત્રકલા પક્ષીઓ સિકકાઓ વગેરે વિશે માહીતગાર થાય અત્યારે ટેકનોલોજીના યુગના મ્યુઝિયમ ઘણું આવશ્યક છે. કારણ કે પહેલા વસ્તુઓ કઇ બનતી તેનો ખ્યાલ આવે છે.

vlcsnap 2018 05 18 13h13m44s6

અબતક સાથેની વાતચીત દરમિયાન મ્યુઝિયમની મુલાકાતે આવેલ સ્તૃતીએ જણાવ્યું કે તે મુંબઇથી આવેલ છે. રાજકોટના વોટસન મ્યુઝીયમમાં ઘણું બધું સુંદર કલેકશન છે અહીં સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઇતિહાસનું પ્રદર્શન ખુબ સુંદર રીતે રાખવામાં આવ્યું છે.. મ્યુઝિયમ માં સિકકાઓ, શિલાલેખો, તામ્રપત્રો, લધુચિત્રો વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આપણને આપણા ઇતિહાસ વિશે જાણકારી હોતી નથી. તેથી મ્યુઝિયમમાં સંગ્રહ કરવામાં આવેલ વસ્તુઓથી આપણા સાંસ્કૃતિ કલા વગેરે વિશે જાણકારી મેળવી શકીએ છીએ. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે પરંતુ હું વાત કરું તો આપણે શોપીંગ કરવા જઇએ તો ઓનલાઇન શોપીંગ કરીએ અને ટચ કરીને વસ્તુની ખરીદી કરી તેમાં ઘણો તફાવત હોય છે તેવી જ રીતે આપણે ઇન્ટરનેટ પરથી ઇતિહાસ વિશે જાણીએ કે કઇ કઇ વસ્તુઓ, અવશેષો હતા અને આપણે તે વસ્તુને આપણી આંખે જોઇએ બંનેમાં ખુબ જ અંતર છે. જોયુંલું વધુ યાદ રહે છે અને આપણા નોલેજમાં વધારો થાય છે.

vlcsnap 2018 05 18 13h14m44s95

પાન વિવેકભાઇએ જણાવ્યું હતું કે મુળ રાજકોટના છે. પરંતુ હાલ નોકરી અર્થે તે કચ્છ રહે છે હું વોટસન મ્યુઝિયમમાં બીજી વખત આવેલ છું પરંતુ આજે હું મારા બાળકોને લઇને પ્રથમ વખત આવેલ છું અને તેમને પણ ખુબ જ મજા આવી છે. આપણા ઐતિહાસિક વારસાને સુંદર ગોઠવણ કરીને મુકયું છે તે આબેહુબ વર્ણન જોઇને ખુબ જ આનંદ થયો હું જયારે આઠમાં ધોરણમાં હતો ત્યારે આવ્યો હતો અને આજે ફરીથી આવ્યો છું. અત્યારે અહિં ઘણું બધુ બદલાય ગયું છે. અહીંના સિકકાનું કલેકશન, શિલ્પકલા, વસ્ત્રકલા વગેરે જોઇને આનંદ થયો ખાસ કરીને રાણી વિકટોરીયાની પ્રતિકૃતિ ખુબ જ અદભુત લાગી.

vlcsnap 2018 05 18 13h15m37s111

નૃત્ય મૃદ્રા અને જીવનનું પ્રતિબિંબ વિષયક ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકાયુ

રાજકોટમાં કર્નલ જોન, વોટસનની યાદમાં સ્થાપિત મ્યુઝિયમમાં પ્રતિ વર્ષ કલા અને સંસ્કૃતિ સંલગ્ન પ્રવૃતિ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય દિવસ નિમિતે રાજકોટના ચિત્રકાર મનીષ ઠાકર દ્વારા નૃત્યની વિવિધ મુદ્રા રજુ કરતા ચિત્રો નૃત્ય મુદ્રા તેમજે જુનાગઢ મ્યુઝિયમના આસી. ચિત્રકાર કશ્યપ વ્યાસના માનવ જીવનના વિવિધ ભાવોને સુંદર રીતે અભિવ્યકત કરતા જુવાનનું પ્રતિબિંબ કલા વિષયક ચિત્રોનું પ્રદર્શન અત્રે ખુલ્લું મુકાયું હતું. આ ચિત્ર પ્રદર્શન તા.રપમી સુધી સવારના ૯ થી ૧ તેમજ બપોરે ૩ થી ૬ દરમ્યાન નિહાળી શકાશે.

vlcsnap 2018 05 18 13h16m07s152

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.