જ્યારે પણ આપણી આંખ ફરકે ત્યારે મનમાં વિચાર આવે કે એ સારો સંકેત છે કે પછી કંઈક ખોટું થવાનું છે. અને પછી તરત એમ વિચારીએ કે કઈ આંખ ફરકી, ડાબી કે જમણી. આપણા સમાજમાં ઘણી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તે છે જે સદીઓથી ચાલતી આવે છે. એ માન્યતા અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શરીરમાં આપણને ઘણા સંકેતો
શરીરનું કોઈપણ અંગ ફરકે તો તે એક સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ સામુદ્રિક શાસ્ત્રમાં આ ઘટનાનો અલગ જ અર્થ દર્શાવેલો છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સ્ત્રી અને પુરુષના અલગ અલગ અંગ ફરકે તો તેનો સંકેત પણ અલગ અલગ હોય છે. આજે તમને આંખ ફરકવા અંગે સામુદ્રિક શાસ્ત્ર શું માને છે તે જણાવીએ.
આંખ ફરકવી તે કોઈ નવી વાત નથી. દરેક વ્યક્તિ સાથે આવું ક્યારેક ને ક્યારેક તો બને જ છે. ઘણી વખત ડાબી આંખ ફરકે છે તો ઘણી વખત જમણી આંખ ફરકતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના અંગ ફરકવાની ઘટનાને ભવિષ્ય સાથે જોડીને જોવામાં આવે છે. શરીરના અંગો ફરકે તો તે આવનારા સમયમાં બનનારી શુભ અને અશુભ ઘટનાનો સંકેત પણ હોઈ શકે છે. આજે તમને જણાવીએ તો સામુદ્રિક શાસ્ત્રમાં અંગ ફરકવાને લઈને શું જણાવેલું છે ?
તો સાથે જ આપણે એવું પણ સાંભળતા આવ્યા છીએ કે આ બધું સ્ત્રી-પુરૂષ માટે અલગ અલગ મતલબ ધરાવે છે. પરંતુ શું તમને ખબર છે કે આંખો કેમ ફરકે છે? તેની પાછળના ખરેખર કયા કારણો છે? આંખો ફરકે તે પાછળ વિજ્ઞાન શું કહે છે?
મહિલાની ડાબી આંખ ફરકાવના સંકેત
આંખ ફરકવી એ સામાન્ય બાબત છે. પરંતુ હિંદુ ધર્મમાં, આંખ ફરકવી અલગ રીતે અને પુરુષોમાં અલગ રીતે જોવામાં આવે છે. સ્ત્રીઓ માટે, ડાબી આંખનું ફરકવું શુભ શુકન માનવામાં આવે છે.
જો કોઈ સ્ત્રીની ડાબી આંખ ફરકવાનો અર્થ એ છે કે, તેની સાથે કંઈક સારું થવાનું છે. પરંતુ સ્ત્રની જમણી આંખનું ફરકવું શુભ નથી મનાતું તેનો અર્થ એવો છે કે, કોઈ અકસ્માત કે કોઇ અશુભ ઘટના બની શકે છે.
પુરૂષોની કઇ આંખ ફરકવી શુભ છે
પુરૂષોની વાત કરીએ તો જમણી આંખનું ફરકવું શુભ માનવામાં આવે છે. મતલબ છે કે, જો તમારી જમણી આંખ ફરકી રહી છે તો તમારી સાથે કંઈક સારું થવાનું છે. જ્યારે પુરૂષોમાં ડાબી આંખનું ફરકવું શુભ માનવામાં આવતું નથી તેનો અર્થ એ છે કે તમારી સાથે કંઈક અપ્રિય ઘટના બની શકે છે.
શું કહે છે વિજ્ઞાન
આંખો ફરકે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ હોય છે નેત્રચ્છદાકર્ષ. એક શોધમાં વૈજ્ઞાનિકોએ આંખો ફરકવાના ઘણાં કારણો કહ્યાં છે.
થાક
જ્યારે તમે થાકેલા હોવ કે પછી આંખ ભારે થઈ ગઈ હોય તો તેના કારણે આંખો ફરકે છે અને તેનો અર્થ થાય કે હવે આપણે આરામ લેવાની જરૂર છે. થોડી વાર ઉંઘવાની જરૂર છે.
તણાવ
તણાવની સ્થિતિમાં આપણું મગજ એવું કામ કરે છે કે આપણે સમજી નથી શકતા અને આ દરમિયાન જ માંસપેશીઓ સંબંધિત સમસ્યા થાય તો આંખ ફરકે છે. જો લાંબા સમયથી આંખ ફરકે તો આંખોની તપાસ જરૂરથી કરાવી લો. તણાવની સ્થિતિમાં ઘણી વખત શરીરના અંગો યોગ્ય રીતે કામ ન કરે તેવું બને અને તે કારણે પણ આંખો ફરકી શકે છે.
નબળી આંખો
ઘણી વખત આંખો નબળી થઈ હોય કે આંખોમાં સરખી રોશની ન રહેતી હોય તો આંખો ફરકવા લાગે છે.
આંખો સૂકાઈ જવી
આ શોધમાં સામે આવ્યું કે લાંબા સમય સુધી કમ્પ્યૂટર સામે બેસીને કામ કરવાથી આંખો સૂકાઈ જાય છે અને તેનું પાણી સૂકાઈ જાય છે જેના કારણે આંખો ફરકવાની શરૂ થાય છે. અને એટલે જો કમ્પ્યૂટર પર કામ કરતા હોય તો વચ્ચે વચ્ચે બ્રેક લો તે ખૂબ જરૂરી છે.
ઘણાં કારણો આવ્યા સામે
એટલે આમ જોઈએ તો આંખો ફરકવી એલે માંસપેશીઓનું અનૈચ્છિક સંકોચન. તેનું મુખ્ય કારણ તણાવ હોય છે. એ ઉપરાંત, આંખો પર દબાણ, થાક, સૂકાઈ ગયેલી આંખો પણ કારણ છે. જો તમે પૂરતી ઉંઘ નથી લેતા, કૈફીન કે દારૂનું વધારે સેવન કરો છો, ઓછી લાઈટમાં કામ કર્યા કરો છો કે સળંગ કમ્પ્યૂટર સામે કામ કર્યા કરો છો તો આંખો ફરકવા લાગે છે. ઉપરાંત, એમ પણ કહેવાય છે કે શરીરમાં મેગ્નેશિયમની ઉણપ હોય તો પણ આંખોમાં સમસ્યા સર્જાઈ શકે છે.
ઘણી વખત માંસપેશીઓમાં જાતે જ ખેંચાણ છે અને રિલીઝ થવાની પ્રક્રિયા થાય છે. એવી સ્થિતિમાં લોહીના પ્રવાહ પર અસર પડે છે. માંસપેશીઓમાં ધપ-ધપ જેવી પ્રક્રિયા થવા લાગે છે અને આપણને બહારથી ફફડાટ જેવો અનુભવ થાય છે.
આંખો ફરકે ત્યારે શું કરશો
આંખો ફરકવાનો અર્થ છે કે તમારે આરામની જરૂર છે. આમ તો તેનાથી કોઈ નુક્સાન નથી પરંતુ તેને રોકવા આ કેટલાક ઉપાયો ટ્રાય કરી શકો છો.
જ્યારે આંખો ફરકે તો તરત જ જોરથી આંખોના પલકારા મારો. આંખો ખોલો અને શક્ય હોય તેટલી આંખો ખોલો. આમ ત્યાં સુધી કરો જ્યાં સુધી આંખોમાંથી પાણી ન નીકળે. પરંતુ આ ક્રિયા કરવાથી જો આંખો દુખવા લાગે તો તરત રોકી દો.
તમારી વચ્ચેની આંગળીથી આંખના નીચેના ભાગે 30 સેકન્ડ સુધી સર્કલમાં મસાજ કરો. તેનાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને માંસપેશીઓ મજબૂત બને છે.
આંખોને એક મિનિટ સુધી જોસથી બંધ કરો અને ઢીલી છોડી દો. આંખ ખોલતા પહેલા તેમ 3 વાર કરો.
આંખો ફરકે ત્યારે આંખોના પોપચાને 30 સેકન્ડ્સ સુધી ઝપકાવતા રહો. તેનાથી માંસપેશીઓને આરામ મળે છે.
આંખોને ફરકતી રોકવા એક અન્ય ઉપાય એ પણ થઈ શકે કે રૂ કે કાગળનો કોઈ ટુકડો આંખોના પોપચા ઉપર મૂકી દો. આમ કરવાથી આંખો ફરકવાનું બંધ કરી દેશે.
અસ્વીકરણ : ‘આ લેખમાં આપવામાં આવેલી માહિતી/સામગ્રી/ગણતરીઓની અધિકૃતતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી માહિતી/જ્યોતિષીઓ/પંચાંગ/ઉપદેશ/ધાર્મિક માન્યતાઓ/શાસ્ત્રોના વિવિધ માધ્યમોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, વાચક અથવા વપરાશકર્તાએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.