હાલમાં વેલન્ટાઈન ડે ને લઇને યુવક યુવતિઓ વિવિધ દિવસ મનાવી રહ્યા છે ત્યારે એક લાલ બત્તી રૂપ કિસ્સો જેમાં એક યુવતીને જાહેરમાં યુવાન ચાકુ વડે ગળું કાપી હત્યા કરે છે એકલું જ નહિ આગાઉ આ યુવકને પરિવાર દ્વારા ઠપકો પણ આપ્યો હતો જેથી વધુ ઉશ્કેરાયને આ કૃત્ય કર્યું …
હાલ દેશ આખો વેલેન્ટાઇન ડે માનવી રહી છે પરતું સુરતના એક યુવતીના ધરમાં માતમ પ્રસરી ગયો છે જેનું કારણ છે એક તરફી પ્રેમમાં આંધળો બનેલ યુવકે એક માસુમની હત્યા કરી બાદ યુવતીના કાકા અને ભાઈ પર ચપ્પુથી હુમલો કરીને ઇજા પોહચાડી અને પોતે પણ ઝેરી દવા પીધી અને હાથની નસ કાપીને આત્મહત્યા કરવાની કરી કોશિશ.
હત્યારો યુવક સુરતના વેલાન્જામાં ચલાવતો હતો કપલ બોક્સ
ભારત અને ગુજરાતના ડાયમંડ સીટી સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ યુવતીના કાકા અને ભાઈ પર ચપ્પુથી હુમલો કરીને ઇજા પહોચાડી અને પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરતું વેલેન્ટાઇન ડે પહેલા જ આવી ઘટના.
રાજ્ય સરકાર દ્વારા ગંભીર નોધ લઇને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મૃતકના પરિવારની મુલાકાત લઈને કહ્યું હતું કે આરોપીને દાખલા રૂપ સજા કરવામાં આવશે અને સરકાર દાખલો બેસાડશે.
ડાયમંડ સીટી સુરત જિલ્લાના પાસોદરા વિસ્તારમાં કાળજું કંપાવી મૂકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે જેને લઈને મહિલાઓની સુરક્ષા સામે ફરી એક વાર સવાલો ઉઠવા પામ્યા છે સુરત જિલ્લાના પાસોદરા વિસ્તારમાં આવેલ લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી એક આશાસ્પદ યુવતીનું ગળું કાપી સરાજાહેર હત્યા કરી નાખી પરતું આ આરોપીને તેનો લેશ માત્ર પણ અફસોસ ન હતો
મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો ફેનીલ ગોયાણી પ્રેમમાં આંધળો બનીને યુવતીના ઘરે પહોચી ગયો. આ યુવક પોતાની પાસે છરો લઈને ગયો હતો અને યુવતીને ઘરમાંથી બહાર ખેંચી લાવ્યો પછી જાહેરમાં ગળા પર ચપ્પુ મૂકીને તમામ લોકોને ધમકાવ્યા હતા જ્યાં યુવતીમાં બચાવમાં કાકા વચ્ચે આવ્યા હતા જેના પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવતીના કાકા ગંભીર રીતે ઘાયલ થયા ત્યારબાદ યુવતીનો ભાઈ બચાવવા જતા યુવકે તેના પર હુમલો કર્યો હતો અને હાથ અને માથાના ભાગે ઇજા પોહચાડી હતી અને જોત જોતામાં પ્રેમમાં અંધ બનેલા યુવકે યુવતી નું ગળું કાપી હત્યા યુવતીની કરુણ હત્યા કરી.
જોકે હત્યા કર્યા બાદ યુવક તેની લાશ પાસે ઉભો રહીને કોઈ ને નજીક આવવા દેતો ન હતો અને થોડી વાર બાદ ફેનીલ ગોયાણીએ ઝેરી દવા પી અને હાથની નસ કાપી ને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી જે બનાવમાં યુવતીના કાકા અને તેના ભાઈને સારવાર હેઠળ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આરોપી યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
અહી એક વાતએ પણ છે કે સોસાયટીના લોકો ઘટના સ્થળે હાજર હતા છતાં યુવતીને બચાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો અને ઉલટાના લોકો મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યા હતા જો સામુહિક હિમ્મત કરી હોત to કદાચ યુવતીનો જીવ બચી શકેત
જોકે હાલ સમગ્ર ઘટનામાં અંગે કામરેજ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે અને રાજ્ય સરકાર દ્વારા ગંભીર નોધ લઇને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મૃતકના પરિવારની મુલાકાત લઈને કહ્યું હતું કે આરોપીને દાખલા રૂપ સજા કરવામાં આવશે.