વધુમાં વધુ કરુણા જો કોઇનામાં હોય તો તે તિર્થકર પ્રભુમાં છે. તેથી વધારે કરુણા જગતમાં કોઇનામાં નથી.આ લોકોમાં ઉત્કૃષ્ટ પુણ્યએ છે કે સમવસરણમાં બેસી પ્રભુની દેશના સુણવી.
ધરતીનો છેડો ઘર એવું આપણે કહીએ છીએ. એટલે જ જે ઘરમાં રહીએ તે સુખશાંતિ આપનારું ને સમૃદ્ધિ વધારનારું હોવું જોઇએ. વાસ્તુશાસ્ત્રનો વધુમાં વધુ ઉપયોગ કરીને ઘર બાંધવામાં આવે તો એ સાચા અર્થમાં સ્વર્ગ બની રહે છે. મકાન બાંધતી વખતે વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ધ્યાનમાં રાખવા જેવાં કેટલાંક સોનેરી સૂચનો અહીં આપ્યાં છે.
(૧)મકાન બનાવવા માટે જમીનની પસંદગી વસ્તુશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર, ભૂીમનું સંશોધન કરીને જ કરવી જોઇએ. બેડોળ આકારની, ખંડિત પ્લોટ, ખાડાની જમીન, સ્મશાન કબ્રસ્તાનની જામીન, મંદિર કે કોઇ પણ ધર્મસ્થાનની માલીકીની જમીન કદી મકાન બનાવવા માટે ઉપયોગમાં લેવી ન જોઇએ. નિ:સંતાન દંપતીની જામીન પણ હાનિકારક નીવડી શકે, એમ દર્શાવાયું છે…
(૨)મકાન બાંધવા માટે પ્લોટની પસંદગી કર્યા બાદ વિધિ વિદ્યાનથી ભૂમિપૂજન, ક્ષેત્રપાળપૂજન વગેરે ધાર્મિક કાર્યો સંપન્ન કરવા જોઇએ.
(૩)શિલાન્યાસ-પાયાનું પૂજન ચણતરના કામનો આરંભ શુભ મુહુર્તમાં પુથ્વીની જાગ્રત, સુષુપ્ત અવસ્થા વગેરેનો વિચાર કરીને અધોમુખ નક્ષત્રમાં કરવો જોઇએ.
(૪)જમીન પસંદગી કરતી વખતે એ વાતો ખ્યાલ રાખવો કે પ્લોટમાં વરસતા વરસાદનું પાણી ઉતર-પૂર્વ (ઇશાનકોણ)માંથી વહેવું જોઇએ. આવો પ્લોટ ન મળે તો જરૂ રી શુદ્ધ પવિત્ર માટીથી પુરાણ કરીને પ્રમાણે પ્લોટ તૈયાર કરવો.
(૫)જમીનના અગ્નિ કોણ તથા નૈઋત્ય કોણમાં કૂવો, વાવડી, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હોવી ન જોઇએ. આ કામ માટે હંમેશાં ઇશાન કોણનો જ ઉપયોગ કરવો.
(૬)મકાનનો ઇશાન કોણ હંમેશા સ્વચ્છ અને ખાલી રાખી, કારણ કે આ સ્થળે વાસ્તુ પુરુષનું માસ્તિષ્ક અને ઇશ્ર્વરનો વાસ ગણવામાં આવે છે. પૂજાઘર, સાધના, ધ્યાન, ભક્તિ વગેરેને મકાનના ઇશાન કોણમાં સ્થાન આપવું.
(૭)મકાનના નૈઋત્ય કોણને હંમેશાં ભારે રાખવો. મકાનના માલિકનો ઓરડો, ઘરના વડિલોનું નિવાસ, ભારે માલ-સમાન, સ્ટોર રૂ મ અને આ જમાના પ્રમાણે ઘરઘંટીને આ સ્થળે સ્થાપિત કરવી.
(૮) મકાનની પૂર્વ તેમ જ ઉતર દિશામાં વધુ ને વધુ બારી-બારણા રાખવાં. પશ્ર્ચિમ અને દક્ષિણ દિશામાં ઓથામાં ઓછી બારી તથા બારણેંઓ રાખવાં. ઉતર-પશ્ર્ચિમ દિશા એટલે કે નૈઋત્ય કોણમાં હવાની અવરજવર રહે તે માટે એક વેન્ટિલેશન કે નાની બારી અચૂક બનાવવી. મકાનમાં આ પ્રમાણેનું વાસ્તુ ગોઠવવાથી સૂર્યના પ્રકાશ તથા સ્વચ્છ વાયુનું આવાગમન ઉતમ પ્રકારનું થાય છે.
(૯)રસોડું તથા અગ્નિથી સંબંધિત કામો (વિદ્યુત-મોટર), અગ્નિ કોણમાં હોવા જોઇએ. આધુનિક જમાનાના કેટલાક વાસ્તુશાસ્ત્રીઓના મતે વાયવ્ય કોણમાં પણ રસોડું તથા અગ્નિથી સંબંધિત ઉપકરણો રાખી શકાય. એમને મને અગ્નિ અને વાયુતત્વ એકબીજા સાથે પર મૈત્રી ધરાવે છે. રસોડામાં રાંધતી વખતે મોં પુર્વ દિશામાં રાખવું જોઇએ.
(૧૦)મકાનમાં મુકવામાં આવેલા કબાટ કે તિજોરીઓ ઉતર અથવા પૂર્વ દિશા તરફ ખૂલવા જોઇએ. તિજોરી કબાટને મકાનની દક્ષિણ-પશ્ર્ચિમ દિશાની દિવાસ પાસે ગોઠવવાં જોઇએ.
(૧૧)મકાનમાં તૂટેલા-ફૂટેલા દર્પણ ન હોવા જોઇએ, યુદ્ધના અપરાધ સૂચવતાં, નગ્ન, પીડા આપનારાં, આંસુ કે રુદન સૂચવતાં ચિત્રો કે પેઇન્ટિંગ રાખવાં નહીં. કૃષ્ણ અર્જુનનું યુદ્ધના મેદાન પરનું ચિંત્ર તેમજ જ આંસુ સાથેના મોનાલિસાના પેઇન્ટિંગને સ્થાન આપવું જોઇએ નહીં. આયનો લગાવવા માટે મકાનની ઉતર તેમ જ પૂવસ્ દિશા વધુ સાર્થક છે.
(૧૨)મકાનની સીડીઓ નીચે પૂજાઘર, ટોઇલેટ, ચોકીદારનો ઓરડો, સેપ્ટિક ટેંક અને તિજોરી રાખવાં નહી.
(૧૩)મકાન, વાણિજય કે ઔદ્યોગિક સંસ્થાનના ઇશાન ખૂલામાં કોઇ પણ પ્રકારનો તૂટેલો-ફૂટેલો સમાન, જૂતાં, કચરો, ઢગલો અને અસ્વચ્છતા અશુભ ફળદાયક છે. આ પ્રકારનો સામાન લાંબા સમય સુધી પડ્યો રહે તો સંતાનને શારીરિક માનસિક પીડાઓ થઇ શકે છે.
(૧૪)મકાનમાં ટોઇલેટજી દીવાલને અડીને રસોડું કે પુજાઘરનું હોવું હાનિકારક છે. કેટલાક વાસ્તુશાસ્ત્રીઓના મતે રસોડામાં પૂજાઘરનું હોવું પણ હાનિકારક છે. જો રસોડું ઇશાન કરોણમાં હોય તો તે દોષકારક માનવામાં આવે છે અને તેને કોઇ પણ પ્રકારે હટાવી શકાય એમ ન હોય તો રસોડામાં ઇશાન કોણમાં પૂજાઘર અને જળ ભરેલદ કુંભ રાખીને ત્યાં ધૂપ દીપ પૂજન કવરાથી તેમજ રસોડું હંમેશા સુંદર, સ્વચ્છ અને સુગંધિત રાખવાથી ઇશાન કોણના રસોડાનો દોષ હળવો કે દૂર થઇ જાય છે. આ પ્રકારની વ્યવસ્થામાં રસોડામાં એઠાં વાસવા રાખવા કે ધોવાં નહીં.
(૧૫)રસોડું મકાનના મુખ્ય પ્રવેશદ્વારની સામે હોવું જોઇએ નહી.
(૧૬)મકાનના મુખ્ય દ્વાર પર ગજલક્ષ્મી કે ગણેશજીનું ચિત્ર કે પ્રતિમાની સ્થાપના કરવાથી મકાનના વાસ્તુદોષો દૂર થાય છે કે હળવા થાય છે.