‘જહા ડાલ ડાલ પર સોનેકી ચીડિયા…’
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા ચોંકાવનારા આંકડા: દેશમાં ગુનાખોરીનું પ્રમાણ ૧.૩ ટકા વધ્યું
હજ્જારો ક્રાંતિકારીઓના બલીદાન અને મહેનત બાદ દેશને આઝાદી મળી હતી. આઝાદી બાદ દેશમાં સોનાનો સુરજ ઉગશે તેવી આશાઓ બંધાઈ હતી. ‘જહા ડાલ ડાલ પર સોનેકી ચિડીયા’ જેવા ગીતોની રચનાઓ થઈ હતી. આ ગીતો પરી તે સમયના ભારતની સ્થિતિનો તાગ મેળવી શકાતો હતો. પરંતુ ભારતના ઉજળા ભવિષ્યની આશાઓ પર પાણીઢોળ યાનું ફલીત ઈ રહ્યું છે. દેશમાં ગુનેગારીનું પ્રમાણ આસમાનની ઉંચાઈને આંબી ગયું છે. દરરોજ દેશમાં ૮૦ ખુન અને ૯૧ બળાત્કારની ઘટનાઓ બની હોવાનું નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા કહી રહ્યાં છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ૨૦૧૮ના છે. આંકડા મુજબ દેશમાં દરરોજ સરેરાશ ખુનના ૮૦, અપહરણના ૨૮૯ જ્યારે બળાત્કારના ૯૧ કેસ નોંધાયા હતા. કુલ ૫૦, ૭૪, ૬૩૪ કેસ પૈકી ૩૧,૩૨,૯૫૪ જેટલા કેસ ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી) હેઠળ નોંધવામાં આવ્યા હતા. જ્યારે ૧૯,૪૧,૬૮૦ જેટલા કેસ સ્પેશ્યલ એન્ડ લોકલ-લો (એસએલએલ) હેઠળ નોંધાયા હતા. ૨૦૧૭માં ગુનાનું પ્રમાણ ૫૦,૦૭,૦૪૪ હતું. જે ૨૦૧૮માં ખુબ વધુ ગયું હોવાનું જણાય રહ્યું છે. વર્ષ ૨૦૧૭માં ખુનના ૨૮,૬૫૩ કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ ૨૦૧૮માં ખુનના ૧.૩ ટકા વધારે એટલે કે ૨૯,૦૧૭ કેસ નોંધવામાં આવ્યા હતા. હત્યા કેસમાં ૯૬૨૩ કિસ્સા એવા હતા જેમાં હત્યા પાછળ મતભેદ કારણભૂત હતા. જ્યારે ૩૮૫૭ કેસમાં બદલો લેવાની વૃતિ કારણભૂત હતી. ૨૯૯૫ કેસમાં ફાયદા માટે ખુન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વર્ષ ૨૦૧૭માં અપહરણના ૯૫,૮૯૩ કેસ નોંધાયા હતા. જે ૨૦૧૮માં ૧૦.૩ ટકા જેટલા વધ્યા હતા. ૨૦૧૮માં અપહરણના ૧,૦૫,૭૩૪ કેસ નોંધવામાં આવ્યા હોવાનું આંકડા કહી રહ્યાં છે. ૨૪,૬૬૫ પુરૂષોના જ્યારે ૮૦,૮૭૧ મહિલાઓના અપહરણ યા હતા. ૪૮,૧૦૬ બાળકોના અપહરણ પણ આ સમયગાળા દરમિયાન યા હોવાનું જાણવા મળે છે. ૨૦૧૮માં અપહરણ નાર ૯૧,૧૩૭ લોકો પરત મળી આવ્યા હતા. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ વર્ષ ૨૦૧૮માં મહિલાઓ સામે નોંધાયેલા ગુનાની સંખ્યા ૩,૭૮,૨૭૭ હતી. જ્યારે ૨૦૧૭માં આ સંખ્યા ૩,૫૯,૮૪૯ હતી. સમયાંતરે મહિલાઓ ઉપર ગુનાઓની સંખ્યા સતત વધી રહી હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૭માં બળાત્કારના ૩૨,૫૫૯ ગુના નોંધાયા હતા. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાનુસાર ૨૦૧૭ બાદ ક્રાઈમની ઘટનાઓમાં ૧.૩ ટકાનો તોતીંગ વધારો જોવા મળ્યો હતો.