દેશની તમામ શાળાઓમાં એક સરખો અભ્યાસક્રમ અને તેનું સંચાલન એક જ બોર્ડ હેઠળ કરવાની પઘ્ધતિની માંગ કરતી સુપ્રીમમાં અરજી આ પઘ્ધતિ પર આઠ અઠવાડીયામાં જવાબ આપવા કેન્દ્ર સરકારને કોર્ટનો આદેશ !
‘વન નેશન વન ટેકસ’ બાદ હવે વન નેશન વન એજયુકેશન બોર્ડ ના માળખા પર વિચારણા
દેશમાં ‘વન નેશન વન ટેકસ’ જીએસટીનું માળખુ લાગુ થયા પછી હવે ‘વન નેશન વન એજયુકેશન બોર્ડ’ માળખું લાગુ થાય તેવી શકયતા સેવાઇ રહી છે. ભારતભરમાં તમામ સ્કુલોને પાઠયક્રમ એક સરખો હોય અને તેની પરીક્ષાઓ પણ એક જ બોર્ડ હેઠળ લેવામાં આવે તેવા આયોજન પર વિચારણા કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સુચન કર્યુ છે.
ભાજપના લીડર અશ્ર્વીની ઉ૫ાઘ્યાયે એક અરજી કરી હતી અને અરજીમાં તેમણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે શિક્ષણ પઘ્ધતિ માટે દેશમાં એક જ બોર્ડ હોવું જોઇએ કે જેથી કરીને સરળતા રહે આ માંગ સાથે ન્યાયધીશ અરુણ મીશ્રા અને યુ.યુ. લલીતે સહમતી દાખવી કેન્દ્ર સરકારને નોટીસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ પઘ્ધતિ પર આઠ અઠવાડીયામાં જવાબ આપવા જણાવ્યું છે.
સૌ પ્રથમ નો અરજીકર્તા ને ન્યાયધીશ અરુણ મીશ્રા અને યુ.યુ. લલીતની બેંચે કહ્યું કે, દેશમાં એક જ શિક્ષણ બોર્ડની પઘ્ધતિ સારી અને આકર્ષક છે પરંતુ અમે તેને લાગુ કરી શકીએ નહિ. આ માટે તમારે કેન્દ્ર સરકાર પાસે જવું જોઇએ. સરકાર જ આ પઘ્ધતિ લાગુ કરાવી શકે આ પ્રકારના જવાબ બાદ અરજીકર્તાએ ન્યાયધીશો પાસે વિનંતી કરી કે સુપ્રીમ કોર્ટ સરકાર પાસેથી આ પઘ્ધતિ માટે જવાબ અને તેનો પ્રતિસાદ માંગે.
ત્યારબાદ છેવટે સુપ્રીમ કોર્ટે અરજીકર્તા સાથે સહમતિ દાખવી અને કેન્દ્ર સરકારને આઠ અઠવાડીયામાં જવાબ આપવા આદેશ કર્યો અરજીકર્તાએ ન્યાયધીશો સમક્ષ કહ્યું કે, દેેશમાં એક જ બોર્ડની પઘ્ધતિથી બંધુત્વ અને આપસી ભાઇચારો વધશે. તમામ વિઘાર્થીઓ એક સરખી લાયકાત ધરાવતા થશે. વિશ્વના ઘણાં દેશોમાં આ પઘ્ધતિ અગાઉથી જ લાગુ છે તો ભારતમાં પણ થવી જોઇએ.. અરજીકર્તાઓએ પણ કહ્યું કે, ભારતની તમામ સ્કુલોમાં માત્ર પાઠયપુસ્તકો અને અભ્યાસક્રમ જ સરખો નહિ પણ કેન્દ્રીય અને નવોદય સ્કુલોમાં વિઘાર્થીઓના યુનિફોર્મ પણ એક સરખા રાખવા જોઇએ.
જણાવી દઇએ કે ગત ડીસેમ્બર માસમાં પણ આ જ પ્રકારે અરજી થઇ હતી જેની સુનાવણી સીજેઆઇ દિપક મિશ્રાની અઘ્યક્ષતાવાળી બેંચે કરી હતી.
અને આ અરજી ફગાવી દેવાઇ હતી. તે સમયે કોર્ટે કહ્યું હતું કે દેશની તમામ સ્કુલોમાં એક સરખો અભ્યાસક્રમ ગોઠવવો અને એક જ બોર્ડની રચના કરવી તે અશકય છે. આ પરથી પશ્નો થાય છે કે શું હવે ધો.૧૦ અને ૧ર માટે એક જ બોર્ડ શક થશે કે કેમ ? આ પઘ્ધતિ માટે સરકાર શું વિચારે છે ? શું સરકાર તૈયાર છે આ પઘ્ધતિ માટે ? આ પ્રશ્નોના જવાબ સરકારના સુપ્રીમ કોર્ટને જવાબ પછી જ મળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com