ગત ચૂંટણીમાં પ્રજાએ ભાજપ પર વિશ્વાસ રાખી પૂર્ણ બહુમતી એટલે કે 52 માંથી 52 સીટ ઉપર વિજેતા બનાવી પારદર્શક વહીવટ કરવા માટે ચુકાદો આપવામાં આવેલ પરંતુ ભાજપના સદસ્યની આવડત અને ભ્રષ્ટાચાર આચરવાના મનસુબા સાથે વહીવટ કરવામાં આવેલો તેના કારણે ભાજપના જ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અવારનવાર પત્રકાર પરિષદમાં નગરપાલિકાના સ્વભંડોળ સાવ ખાલી છે અમે પ્રજાને પૂરી સુવિધા આપી શકતા નથી જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તેમની સામે તપાસ કરશૂ આવી મોટી મોટી વાતો કરી પ્રજાને ગુમરાહ કરવા માટે વાતો કરે છે.
એમ લોકોને લાગે છે કે કુલડીમાં ગોળ ભાંગવા આવી રહ્યો હોય તેવું લાગે છે.ખરેખર મોરબીના ધારાસભ્ય ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થયેલ છે તેની તપાસ કરાવવા માગતા હોય તો હાલ ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે નગરપાલિકામાં પણ પોતાના કહ્યાગરા અધિકારીઓ મૂકવામાં આવેલા છે તો તેમણે ફક્ત અને ફક્ત હુકમ કરી જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તેઓના નામ જાહેર કરી તેમની સામે ખુદ પોતે ફરિયાદી બની કડક કાર્યવાહી કરવી જોઈએ જેમ ધારાસભ્ય શ્રી પત્રકાર પરિષદમાં કહે છે કે મે સંકલનની મિટિંગમાં આ બાબત રજૂઆત કરેલ છે
તો જો તેમને ખરેખર રજૂઆત કરેલ હોય તો લેખિત પુરાવા રૂપે મીડિયા અને વર્તમાન પત્રોમાં એની કોપી દર્શાવવી જોઈએ બાકી સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે વારંવાર વિડીયા ઓડિયો પત્રકાર પરિષદ કરી પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ નંદીઘર અને સ્ટ્રીટ લાઈટ ઉપરાંત રોડ રસ્તા અન્ય ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તો મોરબીની પ્રજાએ ભરેલા ટેક્સના રૂપિયા ઉપરાંત ગ્રાન્ટના રૂપિયા પણ ઘર ભેગા કરવામાં આવ્યા છે તે બહાર આવે બાકી ભાજપની સ્ટાઇલ પ્રમાણે લોકોને ગલગલીયા કરવાનુ બંધ કરો અને નગરપાલિકાના તત્કાલ પ્રમુખે કલમ 45ડી નો ગેર ઉપયોગ કરી લાખો રૂપિયાના કામમાં ભ્રષ્ટાચાર આચરેલ છે
તેના પૈસા વસૂલ કરવામાં આવે અને ભાજપના ચૂંટાયેલા સદસ્યશ્રીઓએ કરેલ બેફામ ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે મન મક્કમ કરી ભ્રષ્ટાચારીઓના નામ જાહેર કરો તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલઘારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી, તાલુકા કોગ્રેસ પ્રમુખ કે. ડી. પડસુબિયા, પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીની પ્રેસ યાદી જણાવે છે