અમરેલીના મીતિયાળાની ધરા 12 વાર ધ્રુજી ઉના અને પાલીતાણામાં પણ ‘કંપન’
એક તરફ તુર્કીમાં આવેલ ભૂકંપે લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન આજે ફરી સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી છે. આજે સવારે 9.06 કલાકે અમરેલી જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી હતી. અમરેલી પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન નથી થયું.
મિતિયાળાની સાથે ખાંભા ગીર પંથકમાં પણ ભૂકંપ આંચકો અનુભવાયો હતો. ખાંભા ગીરના ભાડ, નાનુંડી, નાના વિસાવદર, વાંકિયા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન થયું નથી. અમરેલીથી 44 કિ.મી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. સતત ભૂકંપના આંચકા ઓથી મીતીયાળા સહિતના ગામડાઓમાં ભૂકંપનો ભય વધ્યો છે.
અમરેલીમાં ભૂકંપના આચકાંઓ આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. ત્યારે અમરેલી જિલ્લામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જ્યારે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિ.મી દૂર નોંધાયું છે. ગત 19 મી ફેબ્રુઆરીએ અમરેલીની ધરા ધ્રુજી ઊઠી હતી. અમરેલીમાં 19 મી ફેબ્રુઆરીએ સવારે 11.54 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8ની માપવામાં આવી હતી. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિલોમીટર દૂર નોંધાયું હતું.
અમરેલીમાં ભૂકંપના આજકા આવતા કલેકટર સહિત ધારાસભ્યો નીત્યાળા ગામે દોડી આવ્યા હતા. એટલુંજ સૌથી મોટી વાત તો એ છે કે હાલ જે રીતે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે તે મહા ભૂકંપનો ખતરો છે કે કેમ તે અંગે હાલ પ્રશ્નાર્થ સર્જાયો છે કારણ કે છેલ્લા 24 કલાકમાં 15 થી વધુ આચકાઓ આવ્યા હોવાથી લોકોમાં ભયનો માહોલ અને ફફરાટ પણ મચી ગયો છે . એટલુંજ નહીં તેઓએ જણાવ્યું હતું કે જે તીવ્રતાનું ભૂકંપ આવ્યો છે તેનાથી કોઈપણ પ્રકારની જાનહાની થવાની નથી પરંતુ સાથોસાથ લોકોને સાવચેત અને સાવજ રહેવા પણ જણાવ્યું છે.
મીતીયાળા ગામના મકાન બોદા થઈ રહ્યા છે ત્યારે સરકારે તંબુ આપવાની સહાય કરવી જોઈએ : મનસુખ મોલાડીયા
મીતીયાળા ગામના સરપંચ મનસુખભાઈ મોલાડીયા એ અબતક સાથે ટેલીફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગત 24 કલાકમાં જે રીતે ભૂકંપના આજકા આવ્યા છે તેનાથી ગામમાં ભાઈનો માહોલ છવાયો છે એટલું જ નહીં જિલ્લા કલેકટર ની સાથો સાથ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સરપંચે જણાવ્યું કે અમરેલીની જમીન કઠણ એટલે કે કાળા પથ્થર વાળી હોવાથી કોઈ વધુ જોખમ ઊભું થતું નથી પરંતુ જે રીતે ભૂકંપના આજકા આવી રહ્યા છે તેનાથી મકાન બોદા થઈ ગયા છે ત્યારે સરકાર તંબુ આપે તો કોઈ પણ મોટા ભૂકંપ ના આજકાલ સામે લોકોની રક્ષા કરી શકાય. જે અંગે તેમના દ્વારા જિલ્લા કલેકટર તંત્ર અને સરકારને લેખિત રજૂઆત અને માંગ પણ કરવામાં આવશે.
ઇન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાની નહીં
ઇન્ડોનેશિયાના ટોબેલોમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 હતી. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર ટોબેલોથી 177 કિમી ઉત્તરમાં હતું. તેની ઊંડાઈ 97.1 કિમી હતી. હાલમાં કોઈ નુકસાનની માહિતી નથી.