જય વિરાણી, કેશોદ:

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ અવાર નવાર દારૂનો જથ્થો પકડી પાડવામાં આવે છે. આવી ઘટના સામે આવતા સવાલ એ થાય કે દારૂ બંધી હોવા છતાં પણ એટલો દારૂ આવે છે ક્યાંથી અને કોણ લાવે ? બે દિવસ પહેલા રાજકોટના રૈયા ગામ પાસે ખેતરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો. જયારે ગઈ કાલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી ગામ પાસે દારૂ પકડવામાં આવ્યો હતો. આવા કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. આજે કેશોદના બસસ્ટેન્ડમાંથી પણ દારૂનો એક કિસ્સો સામે આવ્યો છે.

જૂનાગઢ જિલ્લાના કેશોદના બસસ્ટેન્ડમાં એક દારૂની ખાલી બોટલ જોવા મળી છે. હવે સવાલ ઉભો થાય કે, બસસ્ટેન્ડમાં દારૂની બોટલ આવી ક્યાંથી? જાહેર જગ્યા પર ખુલ્લે આમ દારૂની ખાલી બોટલ જોવા મળી તો એ તંત્ર સામે સવાલ ઉભા કરે છે. દારૂ બંધી હોવા છતાં પણ કેશોદમાં દારૂ વેચાતો હશે ? જો વેચાય છે તો પોલીસ સામે ઘણા સવાલ ઉભા થાય છે.

ઈરાનનું ફળ અને રણપ્રદેશનું અમૃત ગણાતી ખારેકનું ઉત્પાદન જુનાગઢમાં

કેશોદના દારૂની ખાલી બોટલ મળ્યા પછી જો પોલીસ આના પર કાર્યવાહી કરે તો ભવિષ્યમાં આવી ઘટના ફરી સામે ના આવે. પોલીસ દ્વારા જો બસસ્ટેન્ડના CCTV કેમેરા ચેક કરવામાં આવે તો આ બાબતની પુરી માહિતી મળી શકે. CCTVના ફૂટેજ પરથી ખબર પડે કે શું કેશોદ ના બસસ્ટેન્ડમાં દારૂની મહેફિલ મંડાય છે ? જો કોઈ બાબતના પુરાવા મળે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.