પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્ર્વિનીકુમારે કરેલી અરજી અન્વયે સુપ્રીમના ન્યાયધીશોની બેન્ચ દ્વારા રાજય સરકારો પાસેથી ત્વરીત જવાબ મંગાયો
સુપ્રિમ કોર્ટ દ્વારા રાજય સરકારોને વયોવૃઘ્ધ લોકોના રક્ષણ મેળવવાના અધિકાર માટે શું દરેક જિલ્લાઓમાં વૃઘ્ધાશ્રમ છે ? આ અંગોનો ત્વરીત જાણકારી આપવા માટે જણાવવામાં આવ્યું છે. આ અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્ર્વિનીકુમાર દ્વારા કરવામાં આવેલી અરજી બાદ વયોવૃઘ્ધ લોકો માટે તમામ સવલતો ઉપલબ્ધ કરાવવી સુપ્રિમે જ‚રી છે. તેમ જણાવ્યું હતું.
આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ જસ્ટીસ એમ.બી.લોકુર અને દિપક ગુપ્તાની બેન્ચે આ અંગે જણાવ્યું હતું કે અમે તે અંગે જાણવા માગી રહ્યા છીએ કે વયોવૃઘ્ધ લોકો માટે શું કરવામાં આવી રહ્યું છે ? કેન્દ્ર પ્રાથમીક દ્રષ્ટિએ કદાચ ખોટુ લાગી રહ્યું છે. પરંતુ તેનો આશય જુદો જ છે. રાજયો દ્વારા આ અરજી અન્વયે ત્વરીત જવાબ મોકલવો પડશે અને દરેક જીલ્લામાં વૃઘ્ધાશ્રમ છે કે નહિ તે જણાવવું પડશે.
આ અંગેની સુનાવણી દરમિયાન સીનીયર એડવોકેટ અશ્ર્વિનીકુમાર કે જે પહેલા યુપીએ સરકારમાં કાયદામંત્રી તરીકે ફરજ બજાવી ચુકયા છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રના એફિડેવિટ જણાવે છે કે તેઓ વૃઘ્ધાશ્રમ ને ૨૦૦ ‚ા પેન્શન ‚પ ચુકવે છે. દેશનો વિકાસ વધી રહ્યો છે ત્યારે આટલું પેન્શન અપુરતું છે. એડિશ્નલ સોલિસીટર જનરલ (એ.એસ.જી.) પીન્કી આનંદ કેન્દ્ર વતી ઉ૫સ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રએ વૃઘ્ધો અને તેના પેન્શન માટે નવી નીતિ સાથે ૨૦૦ ‚ા દરેક રાજયને દેશભરમાં ફાળવવામાં આવે છે. જે દેશભરમાં એક સરખા નથી. હરિયાણાને ૧૬૦૦ ‚ા અને પુડુચેરીને ૨૦૦૦ ‚ા ૬૦ થી ૭૯ વર્ષના લોકો માટે જયારે તેનાથી વધુ વયના લોકો માટે ૩૦૦૦ ‚ા. ફાળવવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગે કેન્દ્ર દ્વારા આ અંગે કોઇ અરજીના કારણે મળેલા સુચનો દ્વારા કાર્ય નથી કરી રહી. ત્યારે અશ્ર્વિની કુમારે જણાવ્યું હતું કે વૃઘ્ધોને પેન્શન પુ‚ પાડવા દેશભરમાં એક લક્ષ્ય નકકી કરી તેનો લાભ પહોચાડવા માટે સામાજીક સલામતીની નીતી હેઠળ સમાવેશ કરવાની જ‚ર છે. ત્યારબાદ ન્યાયધીશોની બેન્ચ દ્વારા વૃઘ્ધાશ્રમોની સંખ્યા અને તેમા પેન્શન માટે પ્રશ્ર્ન પુછયો હતો.
પીન્કી આનંદે જણાવ્યું હતું કે, આ પ્રકારના ‘ઘરડા ઘરો’માટે સરકારે બહુ વધારે કામગીરી નથી કરી ત્યારે બેન્ચે વધુમાં રાજયોને ચોકકસ આંકડાઓ સાથે તેમનો જવાબ રજુ કરવા જણાવ્યું હતું.