વર્તમાન સમયમાં ડાયાબિટીસની બીમારી દરેક ઘરમાં જોવા મળે છે , ઘરનો કોઈને કોઈ સાદ્શ્ય આ બીમારીથી પીડાતો જોવા મળે છે એમાં યુવાનોનો પણ સમાવેશ થાય છે. શરીરમાં જ્યારે સુગરનું પ્રમાણ વધે કે ઓછું થાય છે અને તે પણ હમેશને માટે રહે ત્યારે તે મધુમહમાં પરિણામે છે. જ્યારે કોઈ વ્યક્તિને મધુમેહ થાય છે ત્યારે તેના આહારમાં અનેક લિમિટ આવી જાય છે કારણકે જે ખોરાકમાં વધુ સુગર હોય તે ખોરાકથી તે દર્દીએ દૂર રહેવું જોઈ. તેમાં ફળનો પણ શમાવેશ થાય છે . ફળ એટલે સ્વાસ્થય વર્ધક ખોરાક. પરંતુ મોટા ભાગના ફાળોમાં સુગરનું પ્રમાણ વધુ હોય છે. તો આવો જાણીએ કેટલાક એવા ફાળો વિષે જે ડાયાબિટીસના દર્દી માટે યોગ્ય ફળ છે.
સફરજન…
સફરજનમાં સોલ્યુબલ ફાઇબારનું પ્રમાણ વધુ હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓને કોઈ પણ ઇન્ફેકશનથી રક્ષણ આપે છે. આ ઉપરાંત તેમાં રહેલું પેક્ટિન નામનું કાર્બોહાઈડ્રેટ બ્લડ સુગરને પણ કંટ્રોલમાં રાખે છે.
કાળા જાંબુ …
ડાયાબિટીસમાં જાંબુ ખાવાથી ખુબજ ફાયદો થાય છે. તેમાં 82% ભાગ પાણીનો રહેલો છે. અને 14.5% કાર્બોહાઈડ્રેટ હોય છે. જાંબુમાં હાઇપોગ્લાઇસોમિકના ગુણ પણ હોય છે જે બ્લડ અને યુરિનમાં સુગરનું પ્રમાણ સ્થિર રાખવામા મદદરૂપ થાય છે. જાંબુની સાથે સાથે તેના ઠળિયા પણ એટલા જ ગુણકારી હોય છે.
પપૈયું …
પપૈયું વિટામિન અને ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે. જે ડાયાબિટીસ માટે ખુબજ જરૂરી હોય છે. આ ઉપરાંત પપૈયામાં ફાઈબર, એંટીઓક્સિડેંટ્સ પણ એટલા હોય છે જે કોષોને ડેમેજ થતાં અટકાવે છે.
તરબૂચ…
તરબૂચ એવું ફળ છે જેમાં કોઈ પ્રકારના ફેટ નથી હોતા. તેમાં ભરપૂર માત્રમાં વિટામીન્સ અને મિનરલ્સ હોય છે જે ડાયાબિટીસના દર્દી માટે ખૂબ લાભદાયી છે.
આ સિવાય જળડાળું , જામફળ, દાળમ, પેરુ અને ચેરી પણ એટલા જ ડાયાબિટીસના દર્દી માટે ગુણકારી હોય છે.