સુપ્રીમ કોર્ટ વળતરના કેસમાં સ્પેશ્યિલ લીવ પિટિશનના આધારે સમીક્ષા હાથ ધરશે
અકસ્માતના કિસ્સામાં ખુદ ચાલકની ભૂલ હોય ત્યારે શું તે પોતાની પોલિસીમાં વળતર મેળવવા હકદાર છે કે કેમ? તે અંગે સર્વોચ્ચ અદાલત દ્વારા સમીક્ષા હાથ ધરાશે. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશનના આધારે સુપ્રીમ કોર્ટ આ મામલામાં સમીક્ષા કરશે.
વિગતો મુજબ પતિ વાહન ચલાવતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાહનમાં સવાર પત્નીનું મોત નીપજ્યું હતું અને અકસ્માતમાં પતિને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. આ કેસમાં ટ્રીબ્યુનલ દ્વારા વળતર ચૂકવવાની તૈયારી બતાવી હતી અને આ નિર્ણયને અલ્હાબાદ હાઇકોર્ટે માન્ય પણ રાખ્યો હતો.
જોકે ઇન્સ્યોરન્સ કંપનીએ અલ્હાબાદ હાઇકોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો હતો.(અલબત્ત આવા મુદ્દાને હાઇકોર્ટના ચુકાદામાં લેવામાં આવતો નથી). નોટિસ જારી કરતી વખતે ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે તે રકમના ૨/૩ ભાગ તે બે બાળકોને આપવામાં આવે કે જેઓ ત્યારે સગીર હતા, જ્યારે રકમનો ૧/૩ ભાગ એફડીઆરના હિતમાં હાઈકોર્ટ પાસે રહેશે. ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ, દિનેશ મહેશ્વરી અને ઋષિકેશ રોયની ખંડપીઠ સમક્ષ, એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ન્યાયાલયોના નિર્ણયોનો વિરોધાભાસ છે અને કલકત્તા હાઈકોર્ટે અગાઉ વિપરીત ચુકાદો આપ્યો હતો.
ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ. વિ. શ્રીકાંતા તિવારીના કેસમાં કલકત્તા હાઈ કોર્ટે મોટર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકના એકમાત્ર વારસદાર અને કાનૂની પ્રતિનિધિ હોવાના દાવાની અરજી જાળવવા માટે હકદાર દાવેદાર પોતે છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે વીમાદાતા વીમાની જવાબદારીનો વીમો લે છે, વીમાદાતાની પોતાનો વીમો લેતો નથી. આ ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી અપીલને વડી અદાલતે નકારી હતી.
દરમિયાન ફરીથી આ પ્રશ્ન ઉભો થયો છે. શું ચાલક પોતે વાંકમાં હોય ત્યારે તેને પોતાની પોલિસી વતી વળતર મળે કે કેમ તે અંગે સર્વોચ્ચ અદાલત દ્વારા સમીક્ષા કરવામાં આવશે.