મંદી…મંદી…મંદી…!!!???

પરંપરાગત ધંધાના સ્થાને બજારમાં ઓલા, ઉબેર, સ્વીગી, ઝોમેટો, પેટીએમ, ફલીપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ સહિતની કંપનીઓ લોસ મેકિંગ બિઝનેસનો કોન્સેપ્ટ લઈ આવી

ડિમાન્ડ અને સપ્લાય તા તૃષ્ટિગુણના પાયાના સિદ્ધાંતને પારખવામાં અનેક કંપનીઓએ થાપ ખાધી

ભારતીય બજારને સર કરવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધાઓ ચાલી રહી છે. દરમિયાન બજારમાં મંદી હોવાની બુમરાડ પણ વેપારીઓ મચાવી રહ્યાં છે. જો કે, બજારના સતત બદલાઈ રહેલા રુખને પારખવામાં મળેલી નિષ્ફળતાી મંદી હોવાનું લાગી રહ્યું છે. તેવું નિષ્ણાંતોનું માનવું છે. ભારતીય બજારમાં ગ્રાહક અને વેપારીનો સંબંધ સામાન્ય રીતે તૃષ્ટિગુણના નિયમ સાથે સંકળાયેલો રહ્યો છે. પરંતુ વર્ષો પહેલા કોસ્ટ સેવીંગને જ પ્રોફીટ માનતા વેપારીઓ કે કંપનીઓ હવે લોસ્ટ મેકિંગ બિઝનેશને સમજવા તૈયાર અવા તો સમક્ષ પણ નથી.

વર્તમાન સમયમાં મહાકાય આંતરરાષ્ટ્રીય કંપનીઓ લોસ્ટ મેકિંગ બિઝનેશી માર્કેટ ઉપર સામ્રાજય કરવાની રણનીતિ ઘડી રહી છે. ઓલા, ઉબેર, સ્વીગી, ઝોમેટો, પેટીએમ, ફલીપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ સહિતની કંપનીઓ લોસ્ટ મેકિેંગ બિઝનેશી બ્રાન્ડ મેકિંગ બિઝનેશના લોક જીભે ચડતા સામાન્ય ઉદાહરણ છે. સર્વશ્રેષ્ઠ ઉદાહરણ તરીકે રિલાયન્સ જીઓને જોઈ શકાય. પ્રારંભીક તબકકે ૪-જી કનેકટીવીટી સાથે સૌથી સસ્તા દરના ટેરીફ સાથે બજારમાં એરટેલ, આઈડીયા વોડાફોનને હંફાવનાર રિલાયન્સ જીઓ સમયાંતરે લોસ કટ કરીને પ્રોફીટ કરવા લાગી છે. પહેલી નજરે રિલાયન્સ જીઓ કઈ રીતે કમાણી કરશે તેવા પ્રશ્ન લોકોમાં ઉઠયા હતા. પરંતુ ધંધાના બદલાઈ રહેલા પ્રકારને પારખવામાં રિલાયન્સ જીઓ સફળ નિવડયું છે. જેનાથી તે ફાયદો કરવા લાગ્યું છે.

વર્તમાન સમયમાં ડિમાન્ડ સપ્લાય સાથે ગ્રાહકોની બદલાતી માનસીકતા વિશ્વભરની કંપનીઓ સમજવામાં નિષ્ફળ રહી છે. આ નિષ્ફળતાને જ મંદી કહી શકાય. બજારમાં મંદી હોવાનો અનુભવ કંપનીઓ કરે છે. જો કે, માત્ર આર્થિક જ નહીં પરંતુ ગ્રાહકોની ખર્ચ કરવાની બદલાયેલી પધ્ધતિ પણ સ્લોડાઉન પાછળ જવાબદાર છે. જે કંપનીઓ બજારમાં આવેલા નવા કોન્સેપ્ટને સ્વીકારવામાં નિષ્ફળ નિવડી છે તે કંપનીઓ માટે બજારમાં ટકવું મુશ્કેલ બન્યું છે. પરંપરાગત પધ્ધતિ સાથે પરાણે જોડાયેલી અનેક કંપનીઓ બજારમાંથી બહાર થઈ ગઈ છે. બીપીએલ, ઓનીડા અને વિડીયોકોન સહિતની ઈલેકટ્રોનીક કંપનીઓને માર્કેટમાં આવેલા બદલાવને પારખવામાં નિષ્ફળ નિવડતા ફેકાઈ જવું પડયું છે. જેના સને એલજી અને સેમસંગ જેવી કંપનીઓ ગ્રાહકોની માનસીકતા અને બજારના રૂખને પારખી સફળતા મેળવી શકી છે.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 2

ભારતનું બજાર સમજવામાં અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ થાપ ખાઈ ગયેલ હતી. લોકોની માનસીકતા સમજતા વર્ષોના વહાણા વીતી ગયા હતા. જો કે, હવે રળવાની ક્ષમતા સાથે ખર્ચ કરવાની ક્ષમતાને કોઈ સબંધ નથી તેવું ફલીત થઈ રહ્યું છે. અગાઉ માંગ અને સપ્લાયનો અર્થ શાસ્ત્રોનો નિયમ વધુ અસરકર્તા હતો. જો કે, હવે આ નિયમ સંપૂર્ણ લાગુ પડતો નથી. આ માટે ઓટો સેકટરનું ઉદાહરણ લઈ શકાય. તાજેતરના સ્લોડાઉનમાં ઓટો સેકટરને સૌથી વધુ અસર થઈ છે. વર્તમાન સમયને લોકોની આવક વધી છે પરંતુ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર ખરીદવાનું પ્રમાણ એકાએક ઘટી ગયું છે. બીજી તરફ બ્રાઝીલ અને ચીન જેવા બજારમાં સ્થિતિ ભિન્ન જોવા મળી છે.

આવું જ એક ઉદાહરણ વીજળી ક્ષેત્રે લઈ શકાય. હાલ વીજ કંપનીઓ વીજ ઉત્પાદનમાં સરપ્લસ છે. જો કે, આ સરપ્લસ બાબત પાછળ વીજળીનું વધુ ઉત્પાદન નહીં પરંતુ ઓછી માંગ જવાબદાર છે. બજારમાં ઉત્પાદન થઈ રહ્યું નથી પરિણામે વીજળીની માંગ ઓછી થઈ છે અને માંગ ઓછી હોવાના કારણે વીજળીનું ઉત્પાદન સરપ્લસ થવા લાગ્યું છે. ભારતીય બજારમાં ગ્રાહકને ખર્ચ કરવાની પધ્ધતિમાં એકાએક મસમોટો ફેરફાર આવ્યો છે. પરિણામે કંપનીઓને રિસર્ચ ઉપર પણ વધુ પ્રાધાન્ય આપવું પડયું છે.

ટેલિકોમ ક્ષેત્રને ડુબતું બચાવવા સરકારના મરણીયા પ્રયાસ

ટેલીકોમ ક્ષેત્રમાં સરકારની પોતાની બીએસએનએલ બાદ ખાનગી કંપની વોડાફોન, આઈડીયા પણ ધરખમ ખોટનો સ્વાદ ચાખવા લાગી છે. આવી સ્થિતિમાં ટેલીકોમ ક્ષેત્ર જોખમમાં મુકાયું હોવાની ફરિયાદો સરકાર પાસે પહોંચી છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામને વડી અદાલતે આપેલા ચુકાદા બાદ આર્થિક ભારણ નીચે દબાયેલી ટેલીકોમ કંપનીઓને રાહત આપવા અંગે સરકાર ચિંતાતુર હોવાનું કહી રહ્યાં છે. આ મામલે તેમણે કહ્યું હતું કે, કોઈ કંપની પોતાની સેવા બંધ કરે તેવું હું ઈચ્છતી નથી. દરેક કંપની આગળ વધે તેવી મારી ઈચ્છા છે. ટેલીકોમ ક્ષેત્ર સર્વાઈવ રહે તેવી અમારી ઈચ્છા છે. આ માટે અમે ટેલીકોમ ક્ષેત્રની કંપનીઓ સાથે સતત સંપર્કમાં છીએ. અહીં ઉલ્લેખનીય છે કે, ગત મહિને વડી અદાલતે સરકારના પક્ષમાં ચુકાદો આપી ટેલીકોમ કંપનીઓને રૂપિયા ૧.૪૨ લાખ કરોડની રકમ ચૂકવવા આદેશ આપ્યો હતો. ટેલીકોમ ક્ષેત્રની કંપનીઓ પર આવી પડેલા આ આર્થિક ભારણી સેકટરમાં ગણગણાટ શરૂ થયો હતો. કમીટી ઓફ સેક્રેટરીએ પણ આ મામલે વિચારવાનું શરૂ કર્યું હતું. આર્થિક ભારણમાં સામેલ કંપનીઓને કેટલાક અંશે રાહત મળે તે માટે સરકાર હાલ વિચાર કરી રહી છે. વધુમાં વોડાફોને તાજેતરમાં જ બીજા કવાર્ટરમાં રૂ.૫૦૯૨૧ કરોડનું નુકશાન કર્યું હતું. જે ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટા કોર્પોરેટ કવાટર્લી નુકશાન પૈકીનું એક ગણવામાં આવે છે. દરમિયાન સરકાર હવે ટેલીકોમ ક્ષેત્ર પર આવી પડેલા આફત અંગે કંપનીઓની સમસ્યાને ધ્યાને લેવા આગળ વધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.