ચહેરો અને હાથ-પગની ખુલ્લી રહેતી સ્કિન તડકાને કારણે કેવી કાળી પડી જાય છે એનો એક્સ્પીરિયન્સ મોટા ભાગના લોકોને છે. કેટલાક ઘરગથ્થું ઉપચારો અજમાવીએ જે કાળી પડેલી સ્કિનને રિપેર કરવામાં મદદરૂપ થશે
ફીલ્ડવર્ક કરતા લોકોને ખબર છે કે સૂર્યનાં કિરણોને કારણે શરીરનો જે ભાગ ખુલ્લો રહી જાય છે એની હાલત કેટલી ખરાબ થાય છે. ધૂળ, પ્રદૂષણ અને સૂર્યનાં કિરણોને કારણે હાથ અને પગની સ્કિન કાળી પડે છે એટલું જ નહીં; સૂકી અને કડક થઈ જાય છે. પગના પંજા પર ચંપલની પટ્ટીનાં નિશાન થઈ જાય છે, સ્લીવ પછીના હાથ કાળા પડી જવાથી હાથની સ્કિન બે પાર્ટમાં વહેંચાઈ જાય છે, પગની ઘૂંટી અને તળિયાની ચામડી કડક થઈ જાય છે. આ બધી જ તકલીફોમાંથી રાહત મેળવવા માટે કોસ્મેટોલોજિક ડર્મેટોલોજિસ્ટ ડોકટર કેટલાક ઘરેલુ ઉપચાર સૂચવ્યા છે જે સરળ અને ફાયદાકારક છે. ઉપરાંત આ ઉપચારો ઘરેલુ હોવાથી તમારે મોટા ખર્ચની ચિંતા પણ નહીં રહે. આ ઉપચારોનો આધાર સ્કિન-ટાઇપ અને એ કેટલી ટેન થઈ છે એના પર હોય છે.
એક મોટો ચમચો સાકર લઈ એને થોડી પીસી લો. એમાં બે ચમચી મધ અને અડધી ચમચી લીંબુનો રસ નાખીને એક સ્ક્રબ તૈયાર કરો. આ સ્ક્રબને પગની ઉપર અને તળિયાંમાં તથા કાળી પડેલી સ્કિન પર લગાવો અને સારી રીતે સ્ક્રબ કરો. ૧૫થી ૨૦ મિનિટ એને સ્કિન પર રહેવા દો જેથી એનાં કુદરતી તત્વો પોતાનું કામ કરી શકે. એ પછી એને હૂંફાળા પાણીથી ધોઈ લો. પગની અને હાથની પણ સ્કિનને મેઇન્ટેઇન રાખવા માટે રોજ અવા તો આંતરે દિવસે આ સ્ક્રબ લગાવવાથી ટેન થયેલી સ્કિનનું સોલ્યુશન મેળવી શકશો.
મસૂરની દાળને પીસીને ચણાના લોટ સાથે મિક્સ કરો. એને દહીંમાં નાખીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને પગની અથવા તો હાથની કોણી વગેરેની જે કડક ચામડી હોય ત્યાં લગાવો. પછી ધીમે-ધીમે સ્ક્રબ કરો. એનાથી કડક ચામડી નીકળી જશે અને સ્કિનની કાળાશ પણ ઓછી શે. પગની સ્કિન કાળી, ડ્રાય અને કડક થઈ ગઈ હોય એ માટે આ સ્ક્રબ બહુ અસરકારક છે. વીકમાં બેથી ત્રણ વાર એ અપ્લાય કરવાથી ફાયદો થઈ શકે છે.
કાચા બટાટાને છીણીને અથવા તો મિક્સ્ચરમાં પીસીને એનો રસ કાઢો. આ રસને હાથ, પગ અને ચહેરાની સ્કિન કાળી પડી હોય ત્યાં લગાવો. ૨૦ મિનિટ સુધી રાખીને એને પાણીથી ધોઈ લો. વીકમાં બે વાર આ રસ લગાડવાથી ચામડીની કાળાશ ઓછી થઈ શકે છે.
અડધી બાલદી ગરમ પાણી લઈને એમાં સી-સોલ્ટ નાખો. આ સોલ્ટ નાખવાથી ઝીણા પરપોટા થશે. પગની ચામડી ડ્રાય થઈ ગઈ હોય, એડીમાં ચીરા પડ્યા હોય તો આ પાણીમાં ૨૦થી ૨૫ મિનિટ પગ બોળી રાખો. પછી પગને નેપ્કિની લૂછી લો. ત્યાર બાદ હાથમાં થોડીક મલાઈ લઈ પગની કડક ચામડી પર ઘસો. આમ કરવાથી પગની કડક સ્કિન સુંવાળી બનશે અને ચીરામાં પણ રાહત થશે.
પગની સ્કિન વધુપડતી કાળી થઈ ગઈ હોય તો અડધી બાલદી ગરમ પાણીમાં ત્રણ ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખીને એમાં પંદર મિનિટ પગ બોળી રાખો. આ રીતે કરવાથી પગની કાળાશ ઓછી થશે અને ક્લીન પણ થશે.
હમણાં સંતરાંની સીઝન ચાલે છે. સંતરાં ખાધા પછી એનાં છોતરાં ફેંકી દેવાને બદલે એકઠાં કરીને સૂકવો. બરાબર સુકાઈ જાય પછી મિક્સ્ચરમાં નાખીને એનો પાઉડર બનાવો. આ પાઉડરમાં કાચું એટલે કે ગરમ કર્યા વિનાનું દૂધ અવા તો કાચું દહીં એટલે કે ગરમ કર્યા સિવાયના દૂધનું દહીં નાખીને પેસ્ટ બનાવો અને કાળી પડેલી હાથ, પગ કે ચહેરાની ચામડી પર લગાવો. પંદરેક મિનિટ રાખીને એને હળવા હો સ્ક્રબ કરો. સ્કિનની કાળાશ ઓછી કરવા અને ડેડ સ્કિનને દૂર કરવા આ સ્ક્રબ બહુ ઉપયોગી છે. એ વીકમાં બેથી ત્રણ વાર અપ્લાય કરી શકાય. દૂધ અને દહીં હંમેશાં કાચાં લેવા જરૂરી છે, કારણ કે કાચા દૂધમાં લેક્ટિક ઍસિડનું પ્રમાણ વધુ હોય છે. આ અને સંતરાની છાલનું સાઇટ્રિક ઍસિડ ટેન સ્કિનને દૂર કરીને તાજગી આપે છે. ઑલિવ ઑઇલ અને બદામના તેલને સરખા ભાગે ભેગું કરીને આ તેલી રાત્રે પગને મસાજ કરો. પગમાં મોજાં પહેરી આખી રાત એને રાખો. નહાતી વખતે હૂંફાળા પાણીથી એને ધોઈ લો. પગની ચામડી સૂકી ઈ ગઈ હોય તો આ મસાજ બહુ સારા મોઇસ્ચરાઇઝરનું કામ કરશે.