૧૯૮૯માં વી.પી.સિંઘ સરકારથી ચાલ્યો આવતા વિવાદે પરંપરાનું સ્વરૂપ ધારણ કર્યું

રાજયની ૧૪મી વિધાનસભાની વિધિવત રચના બાદ ગઈકાલે ગાંધીનગરમાં સચિવાલયના આંગણે શપથગ્રહણ સમારોહ યોજાઈ ગયો. જયાં રાજયપાલ ઓ.પી.કોહલીએ ગુજરાતના ૧૬માં મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે પણ શપથ લીધા હતા. જો કે આ શપથ બાદ નાયબ મુખ્યમંત્રી પદનો ઉલ્લેખ બંધારણમાં ન હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

બંધારણમાં નાયબ મુખ્યમંત્રીનું પદ ન હોવાનો વિવાદ ૧૯૮૯થી ચાલ્યો આવે છે. તે સમયે વી.પી.સિંઘની સરકારમાં દેવી લાલે નાયબ વડાપ્રધાનની શપથ લીધી હતી. તે સમયે રાષ્ટ્રપતિ આર.વૈકટરામન હતા. વૈકટરામને તેમની બુક કમિશન્સ એન્ડ ઓમિશન્સ ઓફ ઈન્ડિયન પ્રેસીડેન્ટમાં આ મુદ્દે ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, વી.પી.સિંઘ અને દેવી લાલના શપથ ગ્રહણ સમયે દેવી લાલને માત્ર મંત્રી તરીકે શપથ લેવડાવવાનું સુચન થયું હતું. જો કે, તેમણે મંત્રીની જગ્યાએ ઉપ પ્રધાનમંત્રીનો ઉલ્લેખ કર્યો હતો. જેથી તેમને ફરીથી મંત્રી તરીકે ઉચ્ચારણ કરવા તાકીદ કરવામાં આવી હતી. પરંતુ તેમણે બીજી વખત પણ ઉપપ્રધાન મંત્રી વાચ્યું હતું. આ શપથવિધિ લાઈવ હોવાથી કોઈ વિવાદ ન સર્જાય તે માટે આ પ્રકારની શપથ પૂર્ણ થવા દેવામાં આવી હતી.

અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંગ અને જગજીવન રામ પણ નાયબ વડાપ્રધાન પદ શપથ લીધા વગર ભોગવી ચૂકયા છે. અલબત ૧૯૮૯માં આવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રકારની પ્રક્રિયાને વડી અદાલતમાં પડકારવામાં પણ આવી હતી. ત્યારબાદ ૧૯૯૦માં સુપ્રિમ કોર્ટે માન્યું હતું કે, નાયબ વડાપ્રધાન (દેવી લાલ)ને વડાપ્રધાન જેટલી સત્તા નહીં હોય, આવી જ રીતે નિતીન પટેલે ભલે નાયબ વડાપ્રધાન પદના શપથ લીધા હોય પરંતુ તેઓને માત્ર મંત્રી જ માનવામાં આવશે.

રૂપાણીની અડધો અડધ મીનીસ્ટ્રી ભારવાળા ભણતરથી દૂર

નવી રચાયેલી ગુજરાત સરકારના ૯ મંત્રીઓ ૧૨ ધોરણ પાસ પણ નથી ! એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મસના આંકડામાં આ ખુલાસો થયો છે. ૯ મંત્રીઓએ પોતે ધો.૫ થી ૧૨ જેટલું ભણ્યા હોવાનું જાહેર કર્યું છે. જયારે અન્ય ૯ મંત્રીઓ ગ્રેજયુએટ અથવા ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે. એક મંત્રી ઈલેકટ્રીકલ એન્જીનીયરમાં ડિપ્લોમાં ધરાવે છે. આ આંકડાથી ફલીત થાય છે કે, રૂપાણીનું અડધો અડધ મંત્રાલય ‘ભારવાળા’ ભણતરથી દૂર રહ્યું છે. મોટાભાગના મંત્રીઓ ધો.૧૨ પાસ પણ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.