સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતા નથી… ડિજીટલ યુગમાં સમાચાર અને માહિતીની આખી દુનિયા જ બદલાઈ ગઈ છે ત્યારે ટૂંકાગાળામાં ખુબ મોટુ ગજુ કરી ચુકેલા ઓટીટી પ્લેટફોર્મ હવે પોતાની સ્થિતિ ગુમાવીને વળતે પાણીએ હોય તેવી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયાના આ યુગમાં દર્શકોની ભાગીદારી માટેની તિવ્ર સ્પર્ધા ચાલી રહી છે ત્યારે વીડિયો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ અને ઓટીટી પ્લેયર ખુબજ પ્રમાણમાં વ્યાપક ધોરણે ફેલાઈ ચૂક્યા છે ત્યારે હવે વર્ષોથી ટીવી ચેનલમાં ઉપયોગમાં લેવામાં આવતા કન્ટેન્ટ ઓટીટી પર હવે ટેલીવિઝનના વિકલ્પ તરીકે વિકસી ચૂકેલા ઓટીટી તેની લોકપ્રિયતા ગુમાવી રહ્યું છે.
વોલેટ અને ગેજેટમાં દર્શકોના શેર માટે વધતી જતી સ્પર્ધા માટે વીડિયો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ વર્ષોથી ટીવી ચેનલોમાં ઉપયોગમાં લેવામાં આવતા કન્ટેન્ટ પર હાથ અજમાવી રહ્યાં છે. ઘણા દર્શકો અને ઉદ્યોગના નિષ્ણાંતોને ઓટીટીની આ નકલની કરામત ફાવી જશે પરંતુ હવે ઓટીટી પ્લેટફોર્મમાં કેટલાંક નિશ્ર્ચિત કારણોસર દર્શકોની સંખ્યા ઘટતી જાય છે. એમેક્સ પ્લેયરના સીઈઓ કરણબેદીનું જણાવવાનું છે કે, ઓટીટી વ્યાપક પ્રમાણમાં લોકોની પસંદ બની રહ્યું છે. તે કોઈની નકલ કરતું નથી અને વિવિધ વર્ગના દર્શકોની અલગ અલગ પસંદગીને ન્યાય આપે છે. ઓટીટીમાં અત્યારે 500 મીલીયન વપરાશકારો જગતભરમાં છે. બીજી તરફ નેટફલીકસ અને એમેઝોન પણ એક મહત્વનું પ્લેટફોર્મ બની રહ્યું છે. ઓટીટી માત્ર મનોરંજન અને જાહેરાત નહીં પરંતુ વિવિધ કંટેનો પર મહત્વની માહિતી પીરસતુ પ્લેટફોર્મ તરીકે ખુબજ ટૂંકાગાળામાં ઉભરી આવ્યું હતું. પરંતુ ચોક્કસ કારણોસર હવે ફરીથી ઓટીટી પોતાનું પ્લેટફોર્મ ગુમાવતું જતું હોય તેવા આંકડા મળી રહ્યાં છે. જો કે ઓટીટીના ખેલાડીઓ આ ક્ષેત્રમાં પોતાનો દબદબો યથાવત હોવાનો દાવો કરી રહ્યાં છે.