ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુસાર, દૂધની ચકાસણી કરવી કોઇ મુશ્કેલ કામ પણ નથી. ઘર પર જ સરળતાથી ભેળસેળ દૂધની ઓળખી શકાય છે. આજે અમે તમને જણાવા જઇ રહ્યા છીએ કે ભેળસેળ દૂધની ચકાસણી કેવી રીતે કરી શકાશે.

FSSAIના એક રિપોર્ટ પ્રમાણે જો તમારે જાણવું હોય કે દૂધમાં કોઇ વસ્તુનું ભેળસેળ કરવામાં આવ્યું છે તો કેટલાક કેમિકલ્સની મદદથી જાણી શકો છો.

કાચના ગ્લાસમાં દૂધ ભરો, મીણબત્તી સળગાવીને એક ફીટની ઊંચાઇ પર ગ્લાસ લઇ જાવ. ગ્લાસની અંદર જ્યોત લાંબી દેખાય, તો દૂધ અસલી છે. જો જ્યોત ફેલાયેલી દેખાય તો દૂધમાં ભેળસેળ છે.

અડધા કપ દૂધમાં ઝડપથી પાણી મિક્સ કરો, જો એમાં ફીણ થવા લાગે તો સમજી લો કે દૂધમાં ડિટર્જન્ટની ભેળસેળ કરવામાં આવી છે.

થોડું દૂધ હથેળી પર લઇને ઘસો, જો એ વધારે ચીકણું લાગે તો સમજો કે એમાં ભેળસેળ છે.

દૂધ ગરમ થયા બાદ જો પીળું થવા લાગે તો સમજી લેવું કે એમા યૂરિયા મિકસ કરવામાં આવ્યું છે.

દૂધના થોડાક ટીપા વાટકીમાં નાંખીને હળદર મિક્સ કરો.

જો હળદર તરતજ ગાઢ ના મિક્સ થાય તો એનો અર્થ એ થાય છે કે દૂધમાં કંઇક ભેળસેળ કરવામાં આવી છે.

દૂધને સામાન્યથી વધારે સમય સુધી ઉકાળો. મલાઇ પીળા રંગની જામેલી હોય, તો એમાં યૂરિયા અથવા કેમિકલ્સ રહેલા છે.

અંગૂઠા પર દૂધના કેટલાક ટીપા નાંખો અને જો એ પ્રસરવામાં કોઇ નિશાન ના છોડે તો સમજી લેજો કે દૂધમાં પાણી મિક્સ કરેલું છે.

૫ MLકાચા દૂધમાં ૫ ખક આલ્કોહોલ મિક્સ કરો. હવે એમાં ૫ ટીપાં રોજૈલિક એસિડ નાંખો. જો ૩૦ સેક્ધડમાં કલર લાલ થઇ જાય., તો દૂધ ભેળસેળ વાળું છે.

૫ MLકાચા દૂધમાં ૫ ખક પારા ડાઇમિથાઇલ અમીનો બેન્ઝલડિહાઇડ મિક્સ કરો. જો એને કલર ડાર્ક પીળો થઇ જાય તો સમજી લો કે એમાં યૂરિયા મિકસ કરવામાં આવ્યું છે.

દૂધમાં કેટલાક ટીપાં આયોડીન અથવા આયોડીન સોલ્યૂશન નાંખો. જો થોડાક સમય પછી એનો કલર બ્લૂ થઇ જાય તો સમજો કે એમાં સ્ટાર્ચની ભેળસેળ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.