રશિયાની ભૂમિ ભારત-ચીનને સંધીમાં મદદરૂપ થશે?: સરહદે ફાયરીંગના પ્રશ્ર્નને લઇ કેટલી સંધી?
ભારત અને ચીન વચ્ચેના સરહદી તનાવ ઘટાડવા માટે પ્રયાસ થઇ રહ્યા છે ત્યારે રેઝાંગ લા રેચિન લા પર્વત પર ચીની લશ્કરને આગળ વધતા અટકાવવા સ્વરક્ષણાંત્મક કરેલી કાર્યવાહી દરમિયાન બંને દેશના જવાનો આમને સામને આવી ગયા હતા ત્યારે ભારતીય સૈન્ય દ્વારા હવામાં ફાયરિંગ કર્યાના આરોપ મુકવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય સૈન્યને ઉશ્કેરવા માટે ચીની સેના વારંવાર દ્વિપક્ષીય કરારોનું ઉલ્લંઘન રહ્યાનો આરોપ લગાવ્યો છે. બંને દેશ વચ્ચે થયેલા કરારોનું પાલન થાય અને સુલેહ શાંતિ જળવાય રહે તે માટે રશિયાએ મધ્યસ્થી કરવા માટે મોસ્કોમાં આવતીકાલે બેઠક યોજી બંને દેશ વચ્ચે પરપસ્પર વિશ્ર્વાસ વધારવા માટેનું પ્લેટ ફોર્મ પુરૂ પાડવા પ્રયાસ કરી રહ્યું છે. તેમજ અગાઉ થયેલા કરારનું પાલન કરવા અંગે બંને દેશના વિદેશ પ્રધાન વચ્ચે ફરી ચર્ચા કરી તનાવભરી પરિસ્થિતીને થાળે પાડવા પ્રયાસ રશિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ભારત અને ચીન વચ્ચે લદાખમાં ૪૫ વર્ષ સુધી ગોળીબાર થયો નથી બંને દેશ વચ્ચે ૧૯૬૨માં થયેલા યુધ્ધ બાદ થયેલા કરાર મુજબ સેન્ય દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો નથી બંને દેશ વચ્ચે સરહદનોવિવાદ સામે આવ્યો નથી ત્યારે એલએસીના મુદે બેઇજીંગમાં મે માસમાં દ્વિપક્ષીય યોજાયેલી બેઠકમાં મંત્રણા પુરી થયા બાદ વિવાદ ઉકેલાયા હોવા છતાં ગત ૧૫ જૂનના રોજ ગલવાન ઘાટીમાં ભારતીય લશ્કર પર થયેલા હુમલામાં ૨૦ જવાન શહીદ થતા ત્યારથી ફરી બંને દેશ વચ્ચે તનાવભરી સ્થિતી ઉભી થઇ હતી. ભારત વિવાદીત ક્ષેત્રના કોઇ પણ ભાગને ચીનની મેલી મુરાદને તાબે ન થતું હોવાથી રેઝાંગ લા રેચિન લા પર્વત પર ભારતીય સૈન્ય સુરક્ષા કરી રહ્યા હતા ત્યારે ચીનની લશ્કરના એક સાથે ૫૦ જેટલા જવાનો ઘસી આવતા ભારતીય લશ્કર દ્વારા હવામાં ફાયરિંગ કરી ચીનની લશ્કરને પીછે હટ કરવાની ફરજ પાડી હતી અને ચીનની લશ્કરને સરહદ ઓળગંતા અટકાવી દીધા હતા. ભારત અને ચીન વચ્ચે ૧૯૯૩, ૧૯૯૬, ૨૦૦૫, ૨૦૧૨ અને ૨૦૧૩માં જુદી જુદી પાંચ સમજુતિ થઇ હતી. જેમાં લાંબા સમયથી સરહદી વિવાદ મુદાનો ઉકેલ લાવવા કરાર થયા હતા જેમા ૨૭ સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ તત્કાલિન વડા પ્રધાન પી.વી.નરસિંહ રાવની સરકાર દ્વારા સરહદ વિસ્તારમાં વાસ્તવીક નિયંત્રણ લાઇનની સાથે શાંતિ જાળવવા સમજુતી નક્કી થઇ હતી. ત્યાર બાદ ૧૯૯૬માં એચ.ડી. દેવગોડાની સરકાર સમયે બંને દેશ વચ્ચે ફાયરિંગ નહી થાય અને બંને દેશનું લશ્કર નિયંત્રણ રેખાથી બે કી.મી.દુર રહેશે અને હવાઇ દળના લડાકુ વિમાનોને દસ કી.મી.માં ન આવવા અંગેની સમજુતિ થઇ હતી. ૨૦૧૨માં સરહદ પર સુલેહ શાંતિ જાળવવા માટે સંલકન કરવા કાર્યકારી કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી સરહદી વિસ્તારમાં સમસ્યા અને પરિસ્થિતી પર નજર રાખી બંને દેશ વચ્ચે સરહદીય વિવાદ ન થાય તે માટે ચર્ચા કરવાનું નક્કી થયું હતું. ત્યાર બાદ ૨૦૧૩માં સરક્ષણ કરારમાં ભારત અને ચીન સહમત થયા હતા. જો બંને દેશના જવાનો સરહદ પર સામસામે આવે તો બળનો ઉપયોગ ન કરવા અંગે પણ સમજુતિ કરી સશસ્ત્ર અથડામણ અટકાવવા અંગે સમજૂતિ કરી પેટ્રોલિંગનું પાલન કરવા નક્કી થયું હતું. ભારત અને ચીન વચ્ચે જુદી જુદી પાંચ સમજૂતિ કરાર થયા હોવા છતાં ચીન દ્વારા અવાર નવાર કરારનો ભંગ કરી એલએસી પર ઉંબાડીયા કરી ભારતીય જવાનોને ઉશ્કરતા હોવાથી ભારત જવાનો દ્વારા સ્વરક્ષણ માટે કરાયેલી કાર્યવાહીને ૪૫ વર્ષ બાદ પ્રથમ વખત ફાયરિંગ થયાની ચીન દ્વારા વિશ્ર્વના દેશો સમક્ષ ખોટી બુમબરાડા કરી રહ્યાનું ભારત દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
રશીયાના મોસ્કો ખાતે વિદેશ મંત્રીઓની મળેલી બેઠકમાં ભારત અને ચીન વચ્ચે તનાવ ઘટે તે માટે રશીયા દ્વારા મધ્યસ્થી કરવાના પ્રયાસ કરવા બંને દેશ વચ્ચે પરસ્પર વિશ્ર્વાસ વધારવા માટે આવતીકાલે યોજાનાર બેઠકમાં ભારત અને ચીન વચ્ચે સમજુતિ સાધી બંને દેશ વચ્ચે થયેલી સંધીનું પાલન થાય તેવા રશીયા દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં ભારત વતી વિદેશ પ્રધાન એસ જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થનાર છે. છેલ્લા એક અઠવાડીયાથી ભારતીય સૈનિકો દ્વારા પોતાની સરહદમાં આવેલા શિખરો પર કબ્જો મેળવ્યો હોવાથી ચીની સૈનિકો પચાવી ન શકતા હોવાથી તનાવભરી સ્થિતી રહેતી હોવાની વાતને આગળ ધપાવી છે. ભારત વિદેશ પ્રધાન દ્વારા મોસ્કો ખાતે યોજાયેલી બેઠકમાં એલએસી પરના વિવાદથી માહિતગાર કરતા રશિયા ભારતની ચિન્તા અંગે સંવેદનશીલ રહેશે તેમ જાહેર કરાયું છે.