નાનપણ થી જ આપણને શીખવાડવામાં આવે છે કે, અમુક શાકભાજી ખાવાથી આંખોની રોશની બની રહે છે અને આંખો સ્વસ્થ રહે છે. આ શાકભાજીમાં એક તો ગાજર આવે છે આ સિવાય ઘણા બીજા પણ એવા શાકભાજી છે જેના સેવનથી આંખોની રોશની સારી રહે છે.હાલમાં જ જાણવા મળ્યું છે કે દ્રાક્ષ ખાવાથી પણ આંખોની રોશની સારી રહે છે અને આંધળાપણાનો ખતરો દુર થઇ જશે.
શું ખરેખર આ વાત સાચી છે…? દ્રાક્ષ માં એવું શું હોય છે જેનું સેવન કરવાથી આંખની રોસાની સારી રહે છે અને આંખમાં નંબર આવતા નથી. દ્રાક્ષ ઓક્સીડેન્ટીવ સ્ટ્રેસથી સુરક્ષા આપવાનું કામ કરે છે. વાસ્તવમાં, આ પ્રક્રિયામાં ફ્રી રેડીક્લસ રેટીનાને નુકશાન પહોંચાડે છે. જેનાથી આંખોની રોશની જતી રહેવાનો ભય ઉભો રહે છે.
દ્રાક્ષમાં પર્યાપ્ત માત્રામાં મેળવવામાં આવે છે જે કોશિકાઓને સુરક્ષિત રાખવામાં મદદગાર થાય છે. અમેરિકામાં યુનિવર્સીટી ઓફ મિયામીના પ્રોફેસર એબીગેલ હેક્મ અનુસાર, ડાયટમાં દ્રાક્ષને શામેલ કરવાથી આંખોની રોશની લાંબા સમય સુધી સારી રહે છે અને રેટીનાને પણ સુરક્ષિત રાખવામાં આવી શકે છે. દ્રાક્ષના નિયમિત સેવનથી આંધળાપણાનો ભય સાવ ઓછો થઇ જાય છે..