બુકી સંજીવ ચાવલાને નીચલી અદાલતે આપેલા જામીનને યથાવત રાખવાનો દિલ્હી હાઇકોર્ટનો હુકમ: જીપીએસ દ્વારા આરોપી પર નજર રાખી શકાય છે જેથી જામીન રદ કરવાની જરૂર નથી
ક્રિકેટ જગતમાં થયેલા સૌથી મોટા મેચ ફિકસીંગ કાંડના આરોપી હોવા સટ્ટોડીયા સંજીવ ચાવલાને નીચલી અદાલતે આપેલા જામીનને દિલ્હી હાઇકોર્ટે ગઇકાલે યથાવત રાખ્યા છે. સરકારી પક્ષે નીચલી અદાલતે સંજીવ ચાવલાને આપેલા જામીનને હાઇકોર્ટમાં પડકારીને શંકા વ્યકત કરી હતી કે આરોપી જામીન દરમ્યાન નાસી જઇ શકે છે. જો કે, હાઇકોર્ટે સરકારી પક્ષની દલીલને કાઢી નાખતા જણાવ્યું હતું પોલીસ તંત્ર ચાલુ કેસ દરમ્યાન જામીન પર રહેલા આરોપી ઉપર જીપીએસ દ્વારા નજર રાખી શકે છે. અમેરિકા જેવા વિકસીત દેશોમાં ડીજીટલ અને ઇલેકટ્રોનિકસ સાધનો દ્વારા જામીન પર રહેલા આરોપીની હિલચાલ પર નજર રાખવામાં આવે છે. તેવી જ રીતે દિલ્હી પોલીસ તંત્ર ચાવડા પર નજર રાખી શકે છે.
વર્ષ ૨૦૦૦ માં થયેલ સટ્ટાકાંડમાં આરોપી બુકી સંજીવ ચાવડાના ફેબ્રુઆરી માસમાં લંડનથી પ્રત્યાંપણ કરવામાં આવ્યું હતું. ત્યારથી તેઓ દિલ્હીની જેલમાં બંધ હતા. તાજેતરમાં જેલમાં કોરોના વાઇરલના ભયના મુદ્દા પર સંજીવ ચાવલાએ દિલ્હીની નીચલી કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની દિલ્હીની નીચલી કોર્ટે ૩૦મી એપ્રિલે બે લાખ રૂા. ના જાત જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. નીચલી કોર્ટના આ હુકમ સામે પોલીસ તંત્રએ દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
આ અપીલની જસ્ટીસ આશા ઝેનને વિડીયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી કરી હતી. જેમાં આરોપી સંજીવ ચાવડાને નીચલી અદાલતે આપેલા જામીનને યથાવત રાખવાનો હુકમ કર્યો હતો.
દિલ્હી પોલીસ વતી સરકારી તંત્રએ આરોપી સંજીવ ચાવડા જામીન દરમ્યાન ભાગી જાય તેવી સંભાવના વ્યકત કરીને જામીન રદ કરવાની દલીલ કરી હતી. આ દલીલ સામે ચાવલાના વકીલ વિકાસ પટ્ટાવાએ દલીલ કરતા જણાવ્યું હતું કે પોલીસ તંત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના અસીલની દરેક હીલચાલ પર નજર રાખી શકે છે. જેના, જસ્ટીસ આશા ઝેનને ચાવલાના વકીલની દલીલને માન્ય રાખીને હુકમ કર્યો હતો. કે પોલીસ તંત્ર ઇચ્છે તો અમેરિકા જેવા વિકસીત દેશોમાં થઇ રહ્યું છે. જેમ જીપીએસ જેવી ડીજીટલ અને ઇલેકટ્રોનીકસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આરોપી સંજીવ ચાવલા પર વોચ રાખી શકે છે. તે માટે ચાવલાના જામીન રદ કરવાની જરૂર નથી. દિલ્હી હાઇકોર્ટના આ હુકમથી ચાલુ કેસ દરમ્યાન જામીન પર રહેલા આરોપી પર જીપીએસની નજર રાખવાનો પોલીસ તંત્રને એક નવો માર્ગ મળ્યો છે.