નાળિયેલ, ચોખા, બદામ, સોયાબીન અને સૂર્યમુખીના બીમાંથી બને છે નોન ડેરી મિલ્ક
દૂધમાં થતી ભેળસેળને કારણે લોકો બીજા વિકલ્પ તરીકે નોન ડેરી મિલ્કને સ્વિકૃતિ આપી રહ્યાં છે જે ખરેખર વધુ ગુણકારી અને શુદ્ધ હોય છે. કેટલાક લોકોને ગાયના દૂધનું સેવન કરવાથી એલર્જી અને પેટ દર્દ જેવી સમસ્યા થતી હોય છે. નોન ડેરી મિલ્કના ફાયદાઓ વિશે જાણી વિશ્ર્વભરના લોકો ગાયનું દૂધ ભુલીને નોન ડેરી મિલ્ક ઉપર આશ્રિત થયા છે. આ નોન ડેરી મિલ્કનો ઉપયોગ તમે ચા અથવા કોફી બનાવવા પણ કરી શકો છો.બજારમાં આ પ્રકારના દૂધ ઉપલબ્ધ હોય છે પણ તમે ઘરે પણ સોયાબીન, બદામ અને નાળિયેરમાંથી પણ દૂધ બનાવી શકો છો. નોન ડેરી મિલ્કમાં સામાન્ય દૂધની સરખામણીએ વધુ વિટામીન્સ અને ઓછી કેલેરી હોય છે જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આ દૂધ તમારા માટે ખૂબજ ઉપયોગી બનશે.
સાથે જ આ દૂધ વધુ સ્વાદિષ્ટની સાથે સાથે કેન્સર જેવી જીવલેણ બિમારીઓ સામે લડવામાં પણ મદદરૂપ બને છે જે ખોરાક આપણે લઈએ તેની અસર પાચનક્રિયા ઉપર પડે જ છે. નોન ડેરી મિલ્કને પચાવવું પણ સહેલું છે. નોન ડેરી દૂધમાં સૂર્યમુખીના બી, ઓટસ, સોયાબીન તેમજ ચોખામાંથી બનાવવામાં આવે છે તો ટેસ્ટમાં તો ન્યુટ્રીયન્ટસથી ભરપુર દૂધ તમારી અપેક્ષાઓ કરતા પણ વધુ સ્વાદિષ્ટ છે. આ દૂધ કોલેસ્ટ્રોલ ફ્રી હોવાથી તે વધુ હેલ્ધી છે. પ્લાન્ટમાંથી બનતા દૂધ અને યોગ્ય વિકલ્પ છે કારણ કે તે કોલેસ્ટ્રોલમુક્ત હોય છે જે કેલ્શીયમ, વિટામીન ડી અને વિટામીન બીટુ બીટરથી ભરપુર હોય છે જે રેગ્યુલર દૂધ કરતા વધુ સારૂ હોય છે અને ટેસ્ટી પણ છે.