આપણી સંસ્કૃતિ-સંસારયાત્રા જીવનયાત્રામાં ઘણી વાતો- વાયકા કે અંધશ્રધ્ધા હોય છે.જેમાંથી આપણે બહાર નીકળી શકતા નથી આપણે નાના હોય ત્યારે આપણા મા-બાપને આપણે મોટા થાય ત્યારે આપણાં સંતાનોને આજ વાત કહીએ છીએ છત પર કાગડો બોલ્યો તો મહેમાન આવશે.કાચનું વાસણ ફુટયું તો લાભ થશે.છીંક આવે તો રાકાઈ જવું, બિલાડી આડી ઉતરવી વિગેરેને અશુભ ઘટના માનવામાં આવે છે. જો કે આ તમામ વાતોમાં કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી.જવા વાળાને પાછળથી ટોકવું? હાથમાં ખંજવાળ આવવી, ડાબી આંખ ફરકવી વિગેરે બાબતો માત્ર અંધશ્રધ્ધા છે.

knowledge corner LOGO 4

આવી જ વાત છે, રાત્રે કુતરા રોવાની આને આપણે અશુભ કહીએ છીએ. આપણે તેને આપણા ઘર પાસેથી ત્બાડી મુકીયે છીએ.આપણા ઘર આસપાસ જયારે કુતરા રડવાનો અવાજ આવે તો ત્યાંથી ભગાવી દઈએ છીએ જેથી તે અવાજ આપણે ન સંભળાઈ કારણકે  કુતરાનો રોવાનો અવાજ આપણને ન સંભળાઈ કારણકે કુતરાનો રોવાનો અવાજ અશુભ સમાચારના આવવાનો સંકેત અને કોઈ અપ્રિય ઘટના બનશે એવી આપણી માન્યતા કે માનવું છે.આ બધી વાતો પરથી આપણે સવાલ ઉઠે કે કુતરાને કેમ ખબર પડે કે આ જગ્યાએ જઈને રડીએ?

એક માન્યતા મુજબ કુતરાએ પોતાની આસપાસ કોઈ પણ પ્રકારની ખરાબ આત્માકે શકિતનું હોવાની ખબર પડેને તેને દેખાવા લાગે ત્યારે તે રોવાનું શરૂ  કરે છે જયોતિષ શાસ્ત્રો પણ વિવિધ માન્યતાઓ દર્શાવાય છે.પરંતુ વૈજ્ઞાનિક માહિતી જરા જુદી છે.

ખરેખરતો કુતરાઓ તે સમયે રોવે છે.જયારે તે પોતાના સાથીઓને સંકેત આપે છે. કે તેનું લોકેશન જણાવવા માગે છે.જે કારણે તે રડે કે લાંબી લારી કરે છે.વટેરતરી ડોકટર ના મતે  તેને પેટમાં દુ:ખાવો કે જીવાત હોય ત્યારે તેના કણસવા અવાજને લારી કે લાંબુ રડે છે.

કુતરો માનવજીવીનું વફાદાર પ્રાણી છે તે હમેંશા લોકોની વચ્ચે રહેવા ટેવાયેલો છે. તેથી તે જયારે એકલો પડે દર્દ થતુ હોય, ભુખ્યું હોય ત્યારે તે રોઈને અથવા લારી કરીને તેની વ્યથા જણાવે છે. વૈજ્ઞાનિકોએ પણ સંશોધન બાદ નકકી કર્યુ કે તે પોતાની વ્યથા રજુ કરવાની આરીત છે.

શોધ સંશોધનમાં એક વાત એવી પણ છે કે મેઈલ ડોગ એકલું હોય ત્યારે ફિમેલ ડોગને આકર્ષવા માટે પણ લાંબી લારી કે રડવાજેવો અવાજ કરે છે.જે એક ડોગની સાંંકેતિક ભાષા છે જે ફિમેઈલ ડોગ સમજી જાય છે.આ બધી વાતોમાં વિજ્ઞાનના આધારવાળી વાતોમાંજ તથ્ય રહેલું છે. બાકી બધી અંધશ્રધ્ધા છે.ઘરમાં પહેલા શ્ર્વાન કદી આવી રીતે રડતા નથી.કેમકે તે સદામાલિક કે પરિવાર સાથે રહે છે.શેરીનાંકે રખડતા કુતરા આવો લાંબો રડવાનો અવાજ કરે છે જયારે તે એકલાપડે કે દુ:ખાવો હોય!!

આપણાં શાસ્ત્રોમાં પણ ગાય-કુતરાને રોટલીનો મહિમા આદી કાળથી ચાલ્યો આવ્યો છે.હિમાલયે હાડ ગાળવા ગયેલા સાથે શ્ર્વાન ગયો હતો તેવો તેવો ઉલ્લેખ છે .અમુક ભગવાનનાં મિત્રોમાં પણ બાજુમાં શ્ર્વાન બેઠા હોય તેવા ફોટા આપણે જોયા છે.અંતે કુતરો આપણા ઘર પાસે લાંબા અવાજે રડતું હોય ત્યારે કશુજ ખરાબ નથી થવાનું કે કોઈનું મૃત્યુનથી થવાનું કે અપ્રિય સમાચાર આવવાના નથી.આ બધી અંધશ્રધ્ધા છે, માટે આપણે આપણાં સંતાનોને સાચી જાણકારી આપવી આજે આપણે ૨૧મી સદીમાં જ્ઞાન-ટેકનોલોજી નોલેજ વિજ્ઞાનની યાદીમાં જીવીએ છીએ.અંધશ્રધ્ધાથી દુર રહેવું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.