૧૪મી નવેમ્બર એટલે કે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જ્વાહરલાલ નહેરુનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે જેને આપણે બાલ દિવસ તરીકે પણ ઉજવામાં આવે છે. કારણકે તેઓના બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ અને સ્નેહના કારણકે આ દિવસને બાળ દિવસ તરીકે ઉજવાય છે. તેઓ એક રાજકીય નેતા હોવા છતાં પણ તેઓ તેમનો કીમતી સમય બાળકો સાથે પસાર કરતાં હતા.તેમણે બાળકો આની ગુલાબ બંનેનો ખૂબ જ શોખ હતો. તેઓ ઘણી વાર બંનેની સરખામણી પણ કરતાં હતા કે બાળકો એ બગીચામાં ખીલતી કળી સમાન હોય છે. તેમને જે રીતે ઘડવામાં આવે તે રીતે તો ઘડાઈ છે. તેથી તેમનું કાળજીપૂર્વક અને તેમલ રીતે પાલનપોષણ કરવું ખૂબ જ જરૂરી છે. તેઓ માનતા હતા કે બાળકો આપણું ભવિષ્ય છે.તેઓ આપના દેશની વાસ્તવિક શક્તિ છે.
બાળકો નાના હોવા છતાં પરંતુ તેમનામાં રહેલી હકારાત્મક ઉર્જા આપણને પણ એક અલગ આનંદ આપે છે. તેઓ આપણું આવતીકાલનું ભવિષ્ય છે. બધી શાળાઑ માં આ દિવસે વિશેષ ઉજવણી કરવામાં આવે છે.બાળકો માટે વિવિધ કાર્યક્રમ રાખવામા આવે છે.
કેટલાક દેશોમાં બાળકોને મજૂર તરીકે કામ કરવામાં આવે છે. આ દિવસ માત્ર ઉજવણી કરવામાં માટે નથી પરંતુ દુર્વ્યવહાર, શોષણ અને ભેદભાવના સ્વરૂપમાં હિંસા અનુભવી વિશ્વભરના બાળકોને જાગૃતિ લાવવાનું છે. હાલમાં 5 થી 14 વર્ષની વચ્ચે 153 મિલિયન બાળકો છે જેની પાસે બાળમજૂરી કરવામાં આવે છે. વિશ્વના કેટલાક ભાગોમાં બાળ મજૂરી સામાન્ય બાબત છે, જેમાં ફેક્ટરી કામ, ખાણ કામગીરી, વેશ્યાગીરી, પત્થરની ખાણ, કૃષિ, માતાપિતાના કારોબારમાં મદદ, કોઇનો નાનો વ્યવસાય હસ્તગત કરવો(ઉદા. તરીકે ખાદ્ય સામગ્રી વેચવી), અથવા વિચિત્ર કામગીરી કરવી જેવા ક્ષેત્રે બાળ કામગીરી સામાન્ય છે. કેટલાક બાળકો પ્રવાસીઓ માટે માર્ગદર્શકનું કામ કરે છે, કેટલીકવાર દુકાનો અને રેસ્ટોરન્ટ (જ્યાં તેઓ વેઇટર તરીકે પણ કામ કરે છે)માં પણ કામ કરે છે. કેટલાક બાળકોને બોક્સ ભેગા કરવા, બૂટને પોલીશ કરવી, સ્ટોરની પેદાશોનો સગ્રહ કરવો અથવા સફાઇ કરવી જેવા કંટાળાજનક અને પરિવર્તીત કામ કરવા માટે બળજબરી પૂર્વક ફરજ પાડવામાં આવે છે.
જેના માટે બાળકો માટે એક હેલ્પલાઇન નંબર પણ બાર પાડવામાં આવ્યો છે જેમાં તેઓ સેવાઓને ઍક્સેસ કરવા માટે ટોલ ફ્રી નંબર 1098 ડાયલ કરી શકો છો. અમે ફક્ત બાળકોની કટોકટીની આવશ્યકતાઓનો જ જવાબ આપતા નથી પરંતુ તેમની લાંબા ગાળાની સંભાળ અને પુનર્વસન માટે પણ તેમને સેવાઓ સાથે જોડીએ છીએ. અમે આ કોલ્સ દ્વારા દેશભરમાં ત્રણ મિલિયનથી વધુ બાળકો સુધી પહોંચ્યા છે.
“ધી ઇકોનોમિકસ ઓફ ચાઇલ્ડ લેબર” પરના અમેરિકન ઇકોનોમિક રિવ્યૂ (1998)માં એક પ્રભાવશાળી પેપરમાં કૌશિક બાસુ અને ફામ હોઆંગ વેને એવી દલીલ કરી છે કે બાળ કામદારનું મુખ્ય કારણ માતાપિતાની ગરીબી છે.તેમ હોવાથી, બાળ કામદાર વિરોધી કાયદાકીય કાનૂનના ઉપયોગ સામે તેઓ ચેતવણી ઉચ્ચારે છે અને એવી દલીલ કરે છે કે એવુ માનવાનું કારણ હોય કે બાળ કામદાર પરનો પ્રતિબંધ વયસ્કોના વેતન વધારામાં પરિણમશે તે સમયે તેનો ઉપયોગ થવો જોઇએ અને ગરીબ બાળકોના માતાપિતાને પૂરતું વળતર આપો. ભારત અને બાંગ્લાદેશસહિતના દેશોમાં બાળ કામદારોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે.સીએસીએલના અંદાજ અનુસાર ભારતમાં 70 અને 80 મિલીયન બાળ કામદારો છે. વિવિધ રાષ્ટ્રીય કાયદાઓ દર્શાવે છે કે 14 વર્ષની નીચેનું કોઇ પણ બાળક કામ કરી ન શકે, તેમ છતાં કાયદાને ઘણી વાર અવગણવામાં આવે છે. 11 વર્ષની વયનું બાળક મિલમાં 20 કલાક રોજગારીએ જાય છે અને અમેરિકી કંપનીઓ જેમ કે હેન્સ, વોલ માર્ટ અને ટાર્ગેટ માટે ચીજો બનાવે છે. કુલ 22 ટકા બાળકામદાર દળમાં બાળ કામદારનો દર એશિયામાં 61%, આફ્રિકામાં 32% અને લેટિન અમેરિકામાં સાત ટકા તેમજ અમેરિકા, કેનેડા, યુરોપ અને અન્ય શ્રીમંત દેશોમાં એક ટકા છે. લેટિન અમેરિકામાં 17 ટકા શ્રમ દળ બાળકો છે. બાળ કામદારનું પ્રમાણ વિવિધ દેશોમાં અલદ અલગ છે અને તે દેશોમાં વિવિધ પ્રદેશોમાં પણ અલગ અલગ છે. બાળ કામદારને બંધ કરવા માટે ઘણી વાર પોલીસ જે લોકો બાળકોને કામે રાખતા હોય તેવી શંકાસ્પદ ફેક્ટરીઓમાં તપાસ કરે છે.