વર્તમાન સમયની લાઈફ સ્ટાઈલ અને ટ્રેન્ડ ફોલોવર યુવાનો અનેક રીતે આગળ વધતાં થયા છે. પહેલાના સ્મયની વાત કરીએ તો યુવક યુવતીઓ એટલા બધા ફ્રી મૈંદના નહોતા કે પોતાના સંબંધનો સ્વીકાર સૌ કોઈની સામે કરે પરંતુ હેવના સમયમાં આ બાબત સામાન્ય બની છે. સાથે સાથે સંબંધ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમેટાઇ જાય છે તેની પણ કોઈ સમય મર્યાદા નથી રહી. તેવા સમયની પરિસ્થિતિની વાત કરીએ તો સેક્સ પણ એક સામાન્ય અને સર્વ સ્વીકાર્ય બાબત બની છે. તો સાથ સાથે એ વાત પર પણ ધ્યાન દોરવું જરૂરી છે કે જેમ જેમ સેક્સ મુક્તમને સ્વીકારાયું છે તેમ તેમ તેનાથી ફેલાતા ગુપ્ત રોગનું પ્રમાણ પણ બેદરકારીના કારણે ક્યાકને ક્યાક વધતું જાય છે. પરંતુ અહી વાત એવી કરવી છે કે સેક્સ કર્યા વગર પણ કેટલીક એવી પરિસ્થિઓ હોય છે જેમાં શારીરિક સંબંધ બાંધ્યા વગર પણ સેક્સુયલ ટ્રાન્સમિટેડ ડીસીસ થાય છે.
મુખ મૈથુન…
મુખ મૈથુન એટલે કે ઓરલ સેક્સ જેમાં ઇન્ટર કોર્ષ કરવાનું નથી આવતું પરંતુ સેક્સ માટે સાથીને એકસાઈટ કરવા માટે ઓરલ સેક્સ કરવામાં આવે છે. પરંતુ ક્યારે ઓરલ સેક્સ દ્વારા પણ ગુપ્ત રોગ થવાનો ભય રહે છે જેનું મુખ્ય કારણ ઇન્ફેકશન છે તેમજ મોસધમાં કે યોનિમાં પડેલા ચીરા પણ બની શકે છે ગુપ્ત રોગનું કારણ.
રક્ત પરિવહન…
આ બાબતે એવું કહીએ તો ખોટું નથી કે પહેલાના સમયમાં જ્યારે લોકો STD બાબતે એટલા જાગૃત નહોતા અને ખાસ તો એ બાબતે કે અશુધ્ધ લોહી પણ ફેલાવે છે HIV જેવા રોગ. પરંતુ અત્યારના જાગૃત લોકો પણ આ બાબતે બેદરકારી દાખવે છે અને ગુપ્ત રોગને આમંત્રણ આપે છે.
ચુંબન…
એવું કહેવાય છે કે ચુંબન એ પ્રેમની શરૂયાતનું પગથિયું છે અને સાથે સાથે ખુબજ સુરક્ષિત પ્રક્રિયા છે. પરતું આ માન્યતા ગુપ્ત રોગ માટે ખોટી સાબિત થાય છે. ખુલ્લા ઘા, ચીરા કે દૂ:ખાવો તો રોગ ફેલાવે છે પરંતુ સતત અને વારંવાર કરવામાં આવતા ચુંબન 80 મિલિયન માઈક્રોબ્સની આપ-લે કરે છે. જેનાથી પણ STDનો ભય રહે છે.
બોડી કોન્ટેક…
શરીરથી શરીર જ્યારે આડે છે ત્યારે પણ એકબીજાની ત્વચા એકબીજાને અડે છે. ત્યારે પણ જો ઇજા થયી હોય તો રોગ લાગવાની પહેલી સંભાવના રહે છે.
ઇન્ફેકટેડ ટોયસ…
સેક્સ તોયનું માર્કેટ વર્તમાન સમયમાં ધણુ પ્રચલિત થયું છે, ત્યારે એ પણ ગુપ્ત રોગ ફેલાવવાનું એક સાધન સાબિત થયું છે, કારણ કે જો કોઈ વ્યક્તિ ઇનો ઉપયોગ કરતી હોય અને તેમાં ઇન્ફેકશાન હોય તો તે સંક્રમણ સેક્સ તોય દ્વારા એકમથી બીજા વ્યક્તિમાં ફેલાવાની પૂરી સંભાવના રહે છે.